________________
આગમજાત દર્શન માત્રથી આત્મા ગુણશ્રેણિએ ચઢી તરૂપ થાય નહિ, પણ દર્શન, વંદન, પૂજન આદિ પ્રવૃત્તિના બળે આરાધક આત્મા અનુક્રમે તરૂપ થઈ શકે, આમ છતાં તેઓને એક કારણે જરૂર પૂજા-ભક્તિમાં અચકાવવું પડે છે, અને તે કારણે બીજું કાંઈ જ નહિ, પણ જલ, વનસ્પતિ, અગ્નિ અને વાયુ આદિની વિરાધનારૂપ હિંસા જ છે. દ્રવ્યપૂજાની નિરવઘતા (ઉત્તરપક્ષ)
આ સ્થળે કહેવું પડશે કે તેવી રીતે અચકાનારા હિંસાના વાસ્તવિક સ્વરૂપને જ સમજ્યા નથી, કેમ કે જે તેઓ હિંસાના વાસ્તાવક સ્વરૂપને સમજ્યા હોત તે પરમેશ્વરની અને ગુરુમૂર્તિની પૂજાને અમે થતી પ્રવૃત્તિને હિંસારૂપ ગણુત જ નહિ. હિંસા એટલે?
શાસ્ત્રકારે હિંસાનું લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે લક્ષણ જણાવતાં સ્પષ્ટપણે જણાવે છે કે –“વિષયકષાય આદિ પ્રમાદની પ્રવૃત્તિ કરતાં જે અન્યજીના પ્રાણુને નાશ થાય તેનું જ નામ હિંસા છે, અર્થાત પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતા પ્રાણુવ્યપરંપણને હિંસા કહી શકાય જ નહિ વિહિત પ્રવૃત્તિમાં થતી હિંસાનું સ્વરૂપ
વિષયકષાયની પ્રવૃત્તિ સિવાય થતા પ્રાણવ્યપરંપણને જે હિંસા માનવા જઈએ તે પાંચ મહાવ્રતને ધારણ કરનારા સાધુ મહાત્માએ વિહાર આદિક પ્રસંગે નદી ઉતરે. તેમાં જલના જીવને જે નાશ થાય તેથી તેમનું પ્રથમ મહાવ્રત–જે સર્વથા હિંસાથી વિરમવારૂપ છે તેને નાશ માનવે પડશે. કદાચ કહેવામાં આવે કે “સાધુને નદી ઉતરવા માટે જિનેશ્વર ભગવાને આજ્ઞા કરેલી છે, માટે નદી ઉતરનારા સાધુને મહાવ્રતમાં કિંચિત્ માત્ર પણ બાધ નથી,” એમ કહેનારે અવશ્ય વિચારવું જોઈએ કે ખુદ તીર્થકર ભગવાનને હિંસા કરવાની, કરાવવાની કે અનુદવાની શું છૂટ હોય છે? અર્થાત્ જે સાધુઓને નદી ઉતરવાથી અચકાય આદિની વિરાધનાથી હિંસા