________________
આગમત
અથન નથી
અને તેના ઉત્તર કોચે
માનેલી છે.” અને તેવી હિંસા પરમેશ્વર અને ગુરુની મૂર્તિની પૂજાને અંગે થતી નથી તેમ જ તે કરવાનું કઈ જગ્યા ઉપર વિધાન પણ નથી. જિનપૂજા સાધુ કેમ ન કરે?ને મામિક જવાબ
કદાચ એમ કહેવામાં આવે કે જ્યારે પરમેશ્વરની પૂજાને અંગે થતી વિરાધનાને હિંસારૂપ ગણાતી નથી તે પછી પંચમહાવ્રતધારક સાધુઓને તે પૂજા કરવાનું વિધાન કેમ નથી? કેમકે તેઓએ પ્રથમ મહાવહતમાં જે હિંસાને ત્યાગ કર્યો છે તે હિંસા પરમેશ્વરની પૂજામાં નથી એ સ્પષ્ટ જ છે, અર્થાત નદી ઉતરવાની માફક પૂજાની પ્રવૃત્તિ સાધુઓએ શા માટે ન કરવી? આવું કહેવામાં આવે તેના ઉત્તરમાં જાણવાનું કે માત્ર હિંસાના પ્રસંગને લીધે સાધુએ પૂજા નથી કરતા એમ નહિ, પણ તેઓ દ્રવ્યપૂજાના અધિકારી નથી. માટે તેઓ તે પૂજા કરતા નથી.
વિદ્વત સમાજમાં તેમ જ જૈન શાસ્ત્રમાં પણ એ વાત તે સિદ્ધ જ છે કે અધિકારી વિશેષે જ ક્રિયા વિશેષ હોય છે.”
વળી ગૃહસ્થને લેભ અને પરિગ્રહ સંજ્ઞાથી મેળવેલા દ્રવ્યને જેમ પૂનામાં સદુપયેગ કરવાનું છે તેવી રીતે સંયમને અનુપયેગી ધર્મોપકરણ પણ વધુ સખવાને જેમના માટે નિષેધ છે તેવા સાધુ
એ વ્યાવહારિક દ્રવ્યને સર્વથા ત્યાગ કરેલ હોવાથી તેમની પાસે દ્રવ્ય તે હેય નહિં. તે પછી તેના અંશમાત્રને સદુપયોગ કરવાની વાત તેમને લાગુ કરી શકાય નહિ.
વળી પરમેશ્વરની પૂજા કરનારે શરીરની અશુચિ ટાળવા માટે સ્નાન કરવું જોઈએ, અને તે સ્નાનને તે મહાવ્રતધારીઓને સર્વથા ત્યાગ હોય છે.
યાદ રાખવાની જરૂર છે કે શરીરના અશુચિપણને લીધે તેમ જ સ્નાન નહિ કરવાનું હોવાને લીધે સાધુઓ ચિત્યમાં રહેતા નથી.
આ બધી હકીકતને બરાબર વિચારનાર અનુષ્ય સાધુએ કેમ પૂજા કરતા નથી? એમ કહી શકે જ નહિં.