________________
આગમજાત એવી જ રીતે સુજ્ઞ, વિવેકી, સાધમ બંધુઓના પણ દર્શન, ભક્તિ અને સમાગમ થવા સાથે તેઓના વાત્સલ્યને અપૂર્વ લાભ પણ તેવા ચિત્યદ્વારા જ મેળવી શકાય.
ધ્યાનમાં રાખવાનું છે કે ગુરુમહારાજ વીતરાગ નહિં હેવાથી નિષ્પક્ષપણે ચિર સ્થાયી રહી ધર્મ–ભાવનાની વૃદ્ધી કરી શકે નહિ, પણ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માથી અધિષિત સ્થાન રાગદ્વેષ શૂન્ય હાઈ પક્ષપાતના દેષથી રહિતપણે સર્વદા સરખી રીતે સર્વ શ્રદ્ધાળુ એની ભાવનાની વૃદ્ધિનું અચૂક કારણ બની શકે છે. સાધુ સમાગમ કરતાં પણ ચિનું સાપેક્ષિક મહત્વ
આપણે અનુભવીએ છીએ કે-મુનિવર્યના પ્રથમ સંગે શ્રદ્ધાળુ એની જે સંખ્યા હોય તે સંખ્યા ચિરસંગે (અતિ પરિચય અને લાંબા કાળે) ટકતી નથી, પણ પરમેશ્વરની પરમ પવિત્ર મૂર્તિના સ્થાને એકત્ર થતી શ્રદ્ધાળુની સંખ્યા ઘણા ચિરકાળ સુધી એક સરખી બની રહે છે, એટલે સર્વદા સર્વગુણસંપૂર્ણ રહેનાર જિનબિંબ કે જિનચૈત્યની નિશ્રાએ ત્યાગી અને તદિતર-ગૃહસ્થ વર્ગ હંમેશાં સારી સંખ્યામાં રહે અને તેથી ધર્મને ઉદય દિનપ્રતિદિન વૃદ્ધિગત થાય એ સ્વાભાવિક છે.
ખુદ તીર્થકર મહારાજાઓની વખતે પણ દરેક ગામ ચિત્યની બહુલતાવાળા હતાં, અને દેવતાઓ દરેક નવા સ્થાને યોજન પ્રમાણ સમવસરણની રચના મણિ, સુવર્ણ અને રૂપા-ચાંદીથી કરતા હતા, અને તે રચનાથી સર્વથા અપરિચિત લેકેને પણ ધર્મને લાભ પામી, ધર્મભાવનાને વધારતા હતા, આસોપકારી ચરમ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજા પણ પિતાના મરીચિના ભાવમાં ભગવાન ઋષભદેવજીની ઋદ્ધિ-સમૃદ્ધિ દેખીને પ્રતિબંધ પામ્યા અને પિતાના પિતાની ચક્રવર્તિપણની અદ્ધિને પણ તૃણ તુલ્ય ગણી સર્વવિરતિ અંગીકાર કરનારા થયા.
આવી રીતે ચૈત્ય સમૂહ અને ચૈત્યની જેમ બાળ જીવને