________________
પુસ્તક ૧-લું
૧૭ સ્થાપનાની પૂજ્યતા માટે સચેટ દલીલ
હવે જેઓ પરમેશ્વરને સાકાર માને છે, તેમજ તેવા પરમે શ્વરને વીતરાગ અને સર્વજ્ઞ માની તેઓને શાસ્ત્ર અને તેના નિરુપક પણ માને છે, તેઓને સાકાર પરમેશ્વરની, તે તે ઉત્તમદશા વંદનીય, નમનીય અને પૂજનીય છે કે નહીં? જો તેઓ તેવી ભાવદાને વંદનીય, નમનીય અને પૂજનીય ન ગણે તે તેઓએ ઉત્કૃષ્ટ ગુણોના સમુદાયવાળા પણ મહાપુરુષને આદર આદિ સત્કત્યથી પિતાની જાતને વંચિત રાખી ગણાય એટલું જ નહિ પણ ઉપદેશ દ્વારા થએલા તેઓના ઉપકારને પણ કૃતજ્ઞતારૂપે જાણનારા ન થયા એમ સ્પષ્ટ કહી શકાય, અને તેવી દશા કૃતઘોને જ હોય છે એમ વિદ્વત સમાજે સ્પષ્ટ માનેલું છે.
જે ગુણબહુમાનવાળા કૃતપણાને અંગે સર્વજ્ઞ, વીતરાગ અને તપદેશક પ્રભુને વંદનીય, નમનીય અને પૂજનીય માનવામાં આવે તે પછી ભક્તોના કરેલાં વંદન, નમન અને પૂજનથી તેવા વીતરાગ પ્રભુને કઈ પણ જાતને ઉપકાર નહિં છતાં આરાધક મનુષ્યને જેમ પોતાના સદ્વર્તનવાળા શુભ પરિણામથી કર્મ નિજારા વિગેરે ફળ મળે છે, અને તેમાં ભગવાન વીતરાગ હોવાથી પ્રભુની પ્રસન્નતા કઈ પણ પ્રકારે કારણ બનતી નથી, અને આ રીતે વીતરાગ સર્વજ્ઞ ભગવાનની ભાવ-અવસ્થામાં તેમનું કરાતું પૂજન, આરાધકના ગુણ બહુમાન અને કૃતજ્ઞપણના આધારે ફળદાયક મનાય છે. તે રીતે તેઓની આરાધના મૂર્તિ દ્વારા કરનારે મનુષ્ય ગુણના બહુમાન અને ઉપકારીપણાના પરિણામ અને સદ્વર્તનને આધારે કર્મનિર્ભર આદિ ફળ મેળવે, તેમાં કઈ પણ પ્રકારને મતભેદ ન્યાયસંગત થઈ શકે નહિ. દેવગુરૂની ઉપાસનાની સફળતાને મર્મ
યાદ રાખવાની જરૂર છે કે જેનેએ દેવ કે ગુરુની આરાધનાથી કર્મનિર્જરા આદિ થતા ફળે, આરાધ્ય દેવગુરૂના આપેલા માનેલા નથી, પણ આરાધક મનુષ્યના તે દેવગુરૂના આલંબને થએલાં