________________
આગમત
આરાધના નહિ કરનાર, અગર મૂર્તિ દ્વારા પિતાની આરાધના કરનારા લેકેને રેકનારા સ્થાપના–લેપકેની ઉપર નાખુશ થાય તેમાં આશ્ચર્ય નથી. દેશાંતરે ગએલે રાજા જેમ પિતાના અધિકારવાળા પ્રતિનિધિને કે પિતાની પાદુકાને માનનાર ઉપર ખુશી રહે છે, અને તેનું અપમાન કરનાર કે તેને નહિ માનનાર ઉપર, અગર તેને માનતાં રોકનારા ઉપર નાખુશ રહે છે, તેવી રીતે રાગદ્વૈષવાળા પણ સર્વજ્ઞ માનેલા પરમેશ્વરની પ્રતિમા દ્વારા થતી આરાધના અને વિરાધના દ્વારાએ પરમેશ્વરને ખુશી અને નાખુશી બનવાનું થાય તે સ્વાભાવિક છે. અન્ય દર્શનીચેના મતે સ્થાપનાનું મહત્વ - રાગદ્વેષ સહિત એવા પરમેશ્વરના નામ માત્રને જપવાથી જે ઈષ્ટ સિદ્ધિ માનવામાં આવે છે તે પ્રતિમાની પૂજ્યતામાં તે નામસ્મરણ અવશ્ય લેવા સાથે તેની આકૃતિ વગેરેની પૂજ્યતા થવાથી કેવી રીતે નુકશાન માનવું કે જેથી તેની પ્રતિમાની અપૂજ્યતા માની શકાય? આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે “રાગદ્વેષવાળા છતાં પણ સર્વજ્ઞ છે” એવું પરમેશ્વરનું સ્વરૂપ માનનારાઓને પણ પ્રતિમાની પૂજ્યતા માનવી પડે.
જે કે રાગદ્વેષ સહિત છતાં સર્વજ્ઞપણે પરમેશ્વરને માનવાવાળાઓ પરમેશ્વરને સર્વ જગત વ્યાપક માને છે, અને તેથી તેનું પ્રતિબિબ બનાવી શકાય નહિ એમ માને, પણ અતિશય માટે પર્વત તેમજ હાથી વિગેરેનું પ્રતિબિંબ એક આંગળ જેટલા કાચમાં પણ પડે છે, અને તેમાં ફક્ત પ્રમાણને જ અન્યથાભાવ રહે છે, પણ કઈ પણ અંગાદિકને અન્યથાભાવ નહિ રહેતાં સર્વથા ત રૂપતા રહે છે, તેવી રીતે જગવ્યાપક એવા પરમેશ્વરની પણ નાના આકારની સર્વ અવયવવાળી મૂતિ થવામાં, અને તેની આરાધ્યતામાં કઈ પણ જાતની હરકત વાસ્તવિક રીતે જણાશે નહિ. વધુમાં જેઓ પરમેશ્વરને સર્વવ્યાપક માને છે તેઓને તે પ્રતિમામાંથી પણ પરમેશ્વરની આંશિક સત્તા માની શકાય એ રીતે પરમેશ્વરના અંશસહિતપણુ તરીકે પણ મૂર્તિને માનવાની જરૂર રહેશે.