________________
આગમત
નામરૂપ જ માને છે, તેવી રીતે જૈન શાસ્ત્રકારે પણ સર્વ પદાર્થને શબ્દરૂપે પ્રરૂપે છે, છતાં સર્વ પદાર્થો અમુક નિયત આકારવાળા હેવાથી વિશ્વને આકારમય એટલે કે સ્થાપનાત્મક પણ પ્રરૂપે છે તે એટલે સ્થાપના નદીનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. સ્થાપના નિક્ષેપનું મહત્વ.
સ્થાપના” શબ્દ “નામ”ની માફક વાચના નિર્દેશમાં વપરાતે નથી. પણ સંકલિત સ્થાપનામાં માત્ર તે વસ્તુના આકારને મુખ્ય ગણીને વપરાય છે, તેમજ વિશકલિત સ્થાપનામાં વાચ્ય વસ્તુનું દ્રવ્યત્વ કે તેને ભાવ ન હોય અને જુદી રીતને દ્રવ્ય અને ભાવ હોય, તે પણ આકારને આધારે તે વસ્તુને સ્થાપના તરીકે ઓળખવામાં આવે છે. - જેમકે ગાય, ઘોડા, હાથી વિગેરેના ચિત્રમાં કે શહેનશાહ વિગેરેની સિકકા છાપમાં ઘડા કે શહેનશાહ વગેરેનું દ્રવ્યત્વ એટલે મૃત્તિકાદિકપણું કે તજજીવપણું નથી, તેમ જ જલધારણાદિ અવસ્થા રૂપ કે જ્ઞાને પોગાદિ અવસ્થારૂપ ભાવ નથી, તે પણ તે ઘટપટાદિ અને શહેનશાહ આદિના આકારને દેખીને કે દેખાડીને ઘટપટાદિ કે શહેનશાહઆદિ તરીકે ઓળખાણ કરાવાય છે.
વાસ્તવિક રીતિએ જેમ મૂળ (ખરી) વસ્તુ તેને આકારથી ઓળખાય છે, તેવી રીતે સ્થાપનાવસ્તુ પણ આકારથી ઓળખાતી હેવાને લીધે, તેની ઓળખ, તેનું સ્મરણ વિગેરે જેવું ભાવથી થાય છે તેવું સ્થાપનાથી પણ થાય છે.
વિચાર કરતાં, સ્પષ્ટ માલમ પડશે કે ખુદ રાષભદેવજી ભગવાન વિગેરે શ્રી તીર્થકરે કે શ્રી પુંડરિકસ્વામીજી વિગેરે ગણધરે અગર શ્રી જંબુસ્વામી વિગેરે મુનિવરેને તે તે કાળના લોકે જે ઓળખતા હતા, તે પણ તેમના આકારદ્વારાએ તેમને ઓળખતા હતા. ઇદ્રિયદ્વારા જાણનારા છદ્મસ્થ પુરુષ કે અવધિ આદિ અતિશય જ્ઞાનવાળા પુરુષે પણ સાક્ષાત્ તેઓના આત્માને કે સાક્ષાત