________________
આગમોત નિક્ષેપાદ્વારા ભેદેની જરૂરીઆત
જૈન શાસ્ત્ર સિવાય અન્ય સર્વ શાસ્ત્રોમાં સંહિતા, પદ, પદાર્થ વિગેરે છ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવે છે, પણ કેઈ પણ ઈતર શાસ્ત્રમાં નિક્ષેપદ્વારા વ્યાખ્યા કરવામાં આવતી નથી.
છે કે વ્યાખ્યાનના સંહિતાદિક પ્રકારે જૈનસૂત્રકારોએ છેડી દીધેલા નથી, કિંતુ “ઉપક્રમ” “નિક્ષેપ” નામના બે અનુગદ્વારેની વ્યાખ્યા કર્યા પછી “નય” નામના ચેથા અનુગદ્વારની વ્યાખ્યા કરવા પહેલાં, “અનુગમ નામના ત્રીજા અનુગદ્વારની વ્યાખ્યા કરતી વખતે સૂત્ર અને નિયુક્તિની વ્યાખ્યા પ્રસંગે સંહિતાદિક પ્રકારે જણાવાય છે.
શાસ્ત્રોમાં ઉપક્રમ, નિક્ષેપ, અનુગામ, અને નય એ માટે અનુગારમાં નામાદિ નિક્ષેપારૂપ ભેદને નિર્દેશ કર્યો છે. એટલું જ નહિ, પણ દરેક વ્યાખ્યા, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવરૂપ ચાર નિક્ષેપાભેદે (નિક્ષેપ)થી કરવાનો નિયમ જણાવ્યું છે. એટલે કે જૈનતરેએ પિતાના શાસ્ત્રોની વ્યાખ્યાના પ્રસંગે જરૂરી નહિં માનેલ નામાદિનિક્ષેપને કમ જેનશાસ્ત્રકારોએ જરૂરી ગયે છે. આનું માત્ર કારણ એ છે કે સામાન્ય પદાર્થનું જ પ્રતિપાદન કરનાર પિતાના ગ્રંથની વ્યાખ્યામાં અન્ય દર્શની નામાદિ ભેદેને ન જણવે, તેમજ જૈન શાસ્ત્રકારે પણ સૂત્રાદિના અનુગમ વખતે વાચક શબ્દમય સૂત્રના અનુગ વખતે ભલે નામાદિક ભેદે ન જણાવે, પણ વાચના અનુગના પ્રસંગે નામાદિ ભેદ જણાવવા જરૂરી છે, અન્યશાસ્ત્રકારે સ્યાદ્વાદને ન માનતા હોવાથી તેઓને શબ્દાત્મક, (નામ) આકારાત્મક, (સ્થાપના) પિંડાત્મક (દ્રવ્ય) કે વર્તમાન-દશાત્મક (ભાવ) સ્થિતિમાંથી કેઈપણ એક જ સ્થિતિ માનવાની હોવાથી તેઓને શબ્દાત્મક વિગેરે અનેક સ્થિતિનું વિવેચન કરવાની જરૂર પડતી નથી, પણ જેનશાસન તે દરેક પદાર્થને શબ્દ, આકાર, પિંડ અને ચાલુ અવસ્થા એ ચાર સ્થિતિમય માનતું હોવાથી દરેક પદાર્થની વ્યાખ્યા કરતી વખતે જેન-ગ્રંથમાં તે ચારેય ભેદે વિશકલિત અને સંકલિતરૂપે જણાવેલા હોય છે.