________________
આગમત
તે પાંચ જ્ઞાનમાં શરૂના ચાર જ્ઞાને આંશિક જ્ઞાને છે, અને પાંચમું કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે.
એટલે કે છાઘસ્થિક કે વીતરાગદશાના જ્ઞાનનું નિરૂપણ આ સૂત્રમાં વિસ્તારથી જણાવાયેલું છે, અને દરેક સૂત્રની ઉદ્દેશ આદિની ક્રિયામાં પાંચ જ્ઞાનને નિરૂપણ કરનાર આ અધ્યયન સંભળાવાય છે.
જે કે સર્વાનુગાનુજ્ઞા (પન્યાસપદવી) આચાર્ય પદવી વિગેરેની ક્રિયામાં સંપૂર્ણ “નંદીસૂત્ર”નું કથન આવશ્યક ગણુયેલું છે, તે પણ દરેક સૂત્રના ઉદ્દેશ આદિ વિધિવિધાનમાં પાંચ જ્ઞાનને સંક્ષેપ પણે સૂચવનાર “નંદી” સૂત્ર તે જરૂર સંભળાવાય છે. - આ રીતે અનુયોગ-સૂત્રની વ્યાખ્યાના પ્રારંભ કરતી વખતે પણ પાંચ જ્ઞાનને વિસ્તારથી અધિકાર જણાવનાર આ “નંદીસૂત્રને સંપૂર્ણ અનુયાગ (વ્યાખ્યા) કરવાનું હોય છે, પણ શ્રી આવશ્યક નિર્યુક્તિમાં પાંચ જ્ઞાનનો અધિકાર સ્વતંત્રરૂપે કહેલે હાઈ ટીકાકારે “નંદીસૂત્ર'ના અનુગને સર્વ અનુગોની આદિમાં નિયમિતપણે જણાવવાનું જરૂરી નથી માનતા તે પણ જ્ઞાનપંચકના અભિધાનરૂપ “નંદી”નું કથન, કે તેની સામાન્ય વ્યાખ્યા તો દરેક સૂત્રના અનુગની શરૂઆતમાં કરવાનું નિયત છે.
સામાન્ય દષ્ટિથી વિચારીશું તે પણ માલમ પડશે કે અનુગ કરવામાં આવતું કોઈ પણ સૂત્ર, શ્રુતજ્ઞાનને એક ભેદ જ હોય, અને તે શ્રુતજ્ઞાન પણ જ્ઞાનપંચકને એક અવયવ છે, તે મુખ્ય અવયવી તરીકે જ્ઞાનપંચક જણાવ્યા સિવાય અનુગોનું યથાય અવતરણ થઈ શકે નહિ, માટે દરેક ઉદ્દેશાદિ અને અનુગાદિમાં શ્રી નંદીસૂત્રનું કથન નિયમિત હોય એ સહજ છે. આ રીતે આ નંદીસૂત્ર દરેકને અવયવ રૂપ બની અધ્યયન તરીકે ઓળખાય તેમાં આશ્ચર્ય નથી.
ઉપરોક્ત હકીકતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે શ્રી નંદીને વિષય પાંચ પ્રકારનું જ્ઞાન છે.