Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૪ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ :-પ્રશ્ન-હે ભગવન્! અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! અસંસાર સમાપન્ન જીવાભિગમના બે પ્રકાર છે, યથા– અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમ અને પરંપર સિદ્ધ અસંસાર સમાપત્ર જીવાભિગમ.
८ सेकिंतंभंते !अणंतरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमे? गोयमा ! अणंतरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमेपण्णरसविहेपण्णत्ते,तंजहा-तित्थसिद्धा जावअणेगसिद्धा। सेतं अणंतरसिद्ध असंसास्समावण्ण जीवाभिगमे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના પંદર પ્રકાર છે, યથા- તીર્થસિદ્ધ થાવતુ અનેકસિદ્ધ. આ અનંતર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન થયું. | ९ से किंतंभंते ! परंपरसिद्ध असंसार-समावण्ण-जीवाभिगमे ? गोयमा !परंपरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमेअणेगविहेपण्णत्ते,तंजहा- पढमसमयसिद्धा, दुसमयसिद्धा जावअणंतसमयसिद्धा। सेतपरंपरसिद्ध असंसारसमावण्ण जीवाभिगमे। सेतं असंसारसमावण्ण जीवाभिगमे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમના અનેક પ્રકાર છે, યથા– પ્રથમ સમય સિદ્ધ, દ્વિતીય સમય સિદ્ધ યાવતુ અનંત સમય સિદ્ધ. આ પરંપર સિદ્ધ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન થયું. આ અસંસાર સમાપન્ન જીવાભિગમનું કથન પૂર્ણ થયું. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવનાબે ભેદમાંથી અસંસારસમાપન્ન-સિદ્ધજીવોના ભેદ-પ્રભેદનું કથન છે. તેમાં અલ્પવક્તવ્યતા હોવાથી સૂત્રકારે તેનું કથન પહેલાં કર્યું છે.સિદ્ધ જીવોનો આત્મા પૂર્ણ શુદ્ધ છે. તે સર્વ જીવો શુદ્ધિની અપેક્ષાએ એક સમાન છે. તેઓની પૂર્ણતામાં કોઈ તરતમતા કે ભેદ-પ્રભેદ શક્ય નથી. તેમ છતાં સિદ્ધોમાં તેના સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ તેમજ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ભેદ-પ્રભેદ કરવામાં આવ્યા છે. સિદ્ધના ભેદ - સિદ્ધ થવાના સમયની અપેક્ષાએ તેના બે ભેદ છે– અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. અનંતર સિદ્ધ જીવઃ- જે સિદ્ધ જીવોને સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી સમયમાત્રનું અંતર(વ્યવધાન) થયું નથી અર્થાતુ જે સિદ્ધ અવસ્થાના પ્રથમ સમયમાં વર્તી રહ્યા છે તે સિદ્ધ જીવો અનંતર સિદ્ધ કહેવાય છે. મનુષ્યભવની બાહ્ય-આત્યંતર વિવિધ વિશિષ્ટતાઓના આધારે તેના પંદર પ્રકાર થાય છે. (૧) તીર્થસિદ્ધઃ- જેના આધારે સંસાર સાગરને તરી શકાય, તેને તીર્થ કહે છે.નિગ્રંથ પ્રવચન તીર્થ છે. દરેક તીર્થકરો, કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ પછી જ ઉપદેશ આપે છે અને તેઓ પ્રથમ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર તીર્થની સ્થાપના કરે છે. તીર્થની સ્થાપના પછી તીર્થ પ્રવર્તનકાલ દરમ્યાન જે સિદ્ધ થાય, તેને તીર્થ સિદ્ધ કહે છે, યથા-ગૌતમાદિ ગણધર.