Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૦૬]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| १५ अवेयगस्स णं भंते ! केवइयं कालं अंतरं होइ ? गोयमा ! साइयस्स अपज्जवसियस्सणत्थि अंतरं, साइयस्स सपज्जवसियस्स जहण्णेणं अंतोमुहुत्तंउक्कोसेणं अणंतकालं जाव अवर्ल्ड पोग्गलपरियट्ट देसूणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અવેદકનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! અવેદકમાં સાદિ અનંતનું અંતર નથી. સાદિ સાંતનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે યાવતું દેશોને અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. | १६ अप्पाबहुगं-सव्वत्थोवा अवेयगा,सवेयगा अणंतगुणा । एवंसकसाई चेव अकसाई
चेव जहा सवेयगेतहेव भाणियव्वे। ભાવાર્થ - સર્વથી થોડા અવેદક છે, તેનાથી સવેદક અનંતગુણા છે. તે જ રીતે સકષાયી અને અકષાયી જીવોનું કથન ક્રમશઃ સવેદક અને અવેદકની જેમ જાણવું. | १७ अहवादुविहा सव्वजीवा-सलेसायअलेसा यजहा असिद्धा सिद्धा । सव्वत्थोवा अलेसा,सलेसा अणतगुणा। ભાવાર્થ :- સર્વ જીવોના બે પ્રકાર છે– સલેશી અને અલેશી. તેનું કથન ક્રમશઃ અસિદ્ધો અને સિદ્ધોની જેમ જાણવું યાવતુ સર્વથી થોડા અલેશી, તેનાથી સલેશી અનંતગુણા છે. વિવેચન : - સવેદક-અવેદક - ત્રણ વેદમાંથી કોઈ પણ વેદ સહિત હોય તેને સવેદક અને ત્રણે વેદથી રહિત હોય તેને અવેદક કહે છે. એકથી નવ ગુણસ્થાનવર્તી જીવો સવેદક અને દશથી ચૌદ ગુણસ્થાનવર્તી જીવો તેમજ સિદ્ધો અવેદક છે. સદકની સ્થિતિઃ- (૧) અભવી જીવો અને મોક્ષને પ્રાપ્ત ન કરવાના હોય તેવા ભવી જીવોની અપેક્ષાએ સવેદક અવસ્થા અનાદિ અનંત છે, તે જીવો કદાપિ અવેદક અવસ્થાને પ્રાપ્ત કરવાના નથી. (૨) ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરવાની યોગ્યતા ધરાવતા ભવી જીવોની અપેક્ષા સંવેદક અવસ્થા અનાદિ સાંત છે, તેવા જીવો
જ્યારે દેશમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે ત્યારે તેના સવેદીપણાનો અંત થાય છે. (૩) ઉપશમ શ્રેણીથી પડિવાઇ થયેલા જીવોની અપેક્ષાએ સવેદક અવસ્થા સાદિ સાંત છે, કારણ કે જીવ જ્યારે ઉપશમ શ્રેણી કરે ત્યારે વેદનો ઉપશમ કરી અવેદી બને છે, પરંતુ ઉપશમ શ્રેણીનો સમય પૂર્ણ થઈ જાય ત્યારે જીવ પુનઃ સવેદી થાય છે. તેથી તેના સવેદીપણાનો પ્રારંભ થાય છે અને ફરીથી તે જીવ જ્યારે ઉપશમ કે ક્ષપક શ્રેણી કરે અને તે અવેદી થાય ત્યારે તેના સવેદીપણાનો અંત થાય છે, તેથી તેની સ્થિતિ સાદિ સાંત છે. તે સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તન કાળની છે. અદકની સ્થિતિ :- (૧) ઉપશમ શ્રેણીની અપેક્ષાએ સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની છે. કોઈ જીવ ઉપશમ શ્રેણીમાં અવેદક દશાને પામે અને એક જ સમયમાં તેનું મૃત્યુ થાય તો તે જીવ મરીને દેવ ગતિમાં પુરુષવેદને પામે છે. આ રીતે અદકની એક સમયની સ્થિતિ ઘટિત થાય છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ ઉપશમ શ્રેણીની કાલમર્યાદાની અપેક્ષાએ ઘટિત થાય છે અર્થાત્ ત્યાર પછી તે જીવ સવેદી થઈ જાય છે. (૨) ક્ષપક શ્રેણીની અપેક્ષાએ અદકની સ્થિતિ સાદિ અનંત છે. ક્ષપકશ્રેણીજન્ય અવેદી જીવો સિદ્ધ થાય છે, તેમની તે અવેદી અવસ્થાનો કયારે ય અંત થતો નથી, તેથી તે સાદિ અનંત છે.