Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
[૭૦૯ ]
સાકાર-અનાકારોપયોગી - જે જીવ જ્ઞાનમાં ઉપયુક્ત હોય તેને સાકારોપયોગી અને દર્શન ગુણમાં ઉપયુક્ત હોય તેને અનાકારોપયોગી કહે છે.
પ્રત્યેક જીવને ક્રમશઃ અનાકારોપયોગ અને સાકારોપયોગ હોય છે. તે બંને ઉપયોગ જીવોને અંતર્મુહૂર્ત પર્યત રહે છે, ત્યાર પછી પરિવર્તન પામે છે. કેવળી ભગવાનને પણ સાકારોપયોગ અને ત્યાર પછી અનાકારોપયોગ હોય છે અને તે બંને ઉપયોગ અંતર્મુહૂર્ત પ્રમાણ રહે છે, ત્યાર પછી પરિવર્તન પામે છે.
પ્રસ્તુત સુત્રમાં અને અન્ય આગમોમાં પણ કેવલજ્ઞાન રૂપ સાકારોપયોગ અને કેવલદર્શન રૂ૫ અનાકારોપયોગની કાયસ્થિતિ અને અંતર, બંને અંતર્મુહૂર્તના કહ્યા છે. પરંતુ વ્યાખ્યા ગ્રંથોમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન રૂ૫ ઉપયોગની કાયસ્થિતિ અને અંતર એક સમયના જ કહ્યા છે. તે સંબંધમાં વ્યાખ્યાકારોનું કથન આ પ્રમાણે છે-૪૭ના વર્તાવા વિવિધતા નવવસિપ,વિવિત્રવસૂત્ર રિતિ द्वयानामपि कायस्थितावन्तरे च जघन्य उत्कर्षतश्चान्तर्मुहूर्त अन्यथा केवलिनामुपयोगस्य સારચાનાવાર ચર્ચામાચિવવા વાયસ્થિતાવાર સામવિજોયુના–ટીકા. ટીકાર્થ અહીં જે બંને ઉપયોગની કાયસ્થિતિ માટે અંતર્મુહુર્તનું કથન છે તે સર્વ છદ્મસ્થ જીવોની અપેક્ષાએ છે, કેવળીની અપેક્ષા આ કથન નથી. સૂત્રની ગતિ વિચિત્ર હોય છે અર્થાત્ સૂત્રમાં અનેક સ્થાને કોઈ પણ પ્રકારની સૂચનાવિના સાપેક્ષ કથન કરે છે. તેથી જ સાકાર અને અનાકાર બંને ઉપયોગની કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યા છે. અન્યથા (વ્યાખ્યાકારની ચોક્કસપણે એક સમયની ધારણા હોવાથી) કેવલીના સાકાર અને અનાકાર બંને ઉપયોગ એક સમયના જ હોય છે, તેથી કેવળીના બંને ઉપયોગોની કાયસ્થિતિ અને અંતર એક સમયના કહેવા જોઈએ. અલ્પબહત્વ - સર્વથી થોડા અનાકારોપયોગી છે, કારણ કે સાકારોપયોગની અપેક્ષાએ અનાકારોપયોગનો સમય અલ્પ છે અર્થાતુ સાકારોપયોગનો સમય સંખ્યાતગુણો હોવાથી તે જીવો સંખ્યાતગુણા અધિક છે. સર્વ જીવોના બે પ્રકારઃ આહારક-અનાહારક - | २२ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- आहारगा चेव अणाहारगा चेव । ભાવાર્થ - સર્વ જીવોના બે પ્રકાર છે– આહારક અને અનાહારક. | २३ आहारएणं भंते ! आहारएत्तिकालओ केवचिरहोइ? गोयमा !आहारए दुविहे पण्णत्ते,तजहा-छउमत्थ आहारए य केवलिआहारए य। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આહારક, આહારક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! આહારકના બે પ્રકાર છે- છમસ્થ આહારક અને કેવળી આહારક. २४ छउमत्थआहारएणंभंते !आहारएत्तिकालओकेवचिरंहोइ ? गोयमा !जहण्णेणं खुड्डागं भवग्गहणंदुसमयऊणं उक्कोसेणं असंखेज्जकाल- असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओकालओ,खेत्तओ अगुलस्स असंखेज्जइभाग। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! છદ્મસ્થ આહારક, આહારક રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. તે અસંખ્યાતકાલ, કાલની અપેક્ષાએ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે અને ક્ષેત્રની અપેક્ષાથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ અર્થાત્ બાદરકાલ પ્રમાણ છે.