Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૭૩૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
- પંચવિધઃ સર્વ જીવ પ્રતિપત્તિ-૪ ન REPEEEEEzzzzz સર્વ જીવોના પાંચ પ્રકારઃ ક્રોધ કષાયી આદિ| १ तत्थ णजे ते एवमाहंसु पंचविहा सव्वजीवा पण्णत्ता,ते एवमाहंसु, तंजहाकोहकसाईमाणकसाई मायाकसाई लोभकसाई अकसाई। ભાવાર્થ - પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી ચોથી પ્રતિપત્તિમાં જે પાંચ પ્રકારના સર્વ જીવોનું કથન છે તે આ પ્રમાણે છે કે સર્વ જીવોના પાંચ પ્રકાર છે– ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી, લોભ કષાયી અને અકષાયી. | २ कोहकसाईमाणकसाई मायाकसाईणंजहण्णेणं अंतोमुत्तंउक्कोसेणंवि अंतोमुहुत्ता लोभकसाईस्स जहण्णेणं एक्कं समयं उक्कोसेणं अंतोमुहुत्तं । अकसाई दुविहे जहा पुव्वभणिआ दुविहेसु। ભાવાર્થ - ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી જઘન્ય અંતર્મહર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મહર્ત સધી તે જ રૂપમાં રહે છે. લોભ કષાયી જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહી શકે છે. અકષાયીના બે પ્રકાર છે, તેનું કથન દ્વિવિધ જીવોનું નિરૂપણ કરનારી સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિ પ્રમાણે જાણવું અર્થાત્ સાદિ અનંત અને સાદિ સાંત, આ બે પ્રકારના અકષાયમાંથી સાદિ સાંત અકષાયી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી તે જ રૂપમાં રહી શકે છે. | ३ कोहकसाईमाणकसाई मायाकसाईणं अंतरंजहण्णेणं एक्कं समयं उक्कोसेणं अतोमुहत्तं । लोहकसाइस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं अंतोमुहत्तं । अकसाई ગશ હલ્લા __अप्पाबहुयं-सव्वत्थोवा अकसाई, माणकसाई अणंतगुणा, कोहे माया लोभे विसेसाहियामुणेयव्वा। ભાવાર્થ :- ક્રોધ કષાયી, માન કષાયી અને માયા કષાયીનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. લોભકષાયીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અકષાયીનું કથન સર્વ જીવોની પ્રથમ પ્રતિપત્તિ અનુસાર સમજવું.
અલ્પબહત્વ- સર્વથી થોડા અકષાયી છે, તેનાથી માનકષાયી અનંતગુણા છે, તેનાથી ક્રોધ કષાયી, માયા કષાયી અને લોભ કષાયી ક્રમશઃ વિશેષાધિક જાણવા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કષાય-અકષાયની વિવક્ષાથી સર્વ જીવોના પાંચ પ્રકાર કહ્યા છે– ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી, લોભ કષાયી અને અકષાયી.