Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-ર
[ ૭૨૧]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપરિત્ત, અપરિત્ત રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! અપરિત્તના બે પ્રકાર છે– કાય અપરિત્ત અને સંસાર અપરિત્ત.
કાય અપરિત્ત જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ સુધી રહે છે. સંસાર અપરિત્તના બે પ્રકાર છે– અનાદિ અનંત અને અનાદિ સાંત. નોપરિત્ત નોઅપરિત્ત સાદિ અનંત છે. | ११ कायपरित्तस्स जहण्णेणं अंतर अंतोमुत्तंउक्कोसेणंवणस्सइकालो। संसार परित्तस्स णत्थि अतर ।
कायअपरित्तस्स जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं असंखिज्जंकालंपुढविकालो। संसार अपरित्तस्स अणाइयस्सअपज्जवसियस्स णत्थि अंतर। अणाइयस्ससपज्जवसियस्स णत्थि अंतरं। __णोपरित्तणोअपरित्तस्स विणस्थि अंतरं । अप्पाबहुयं-सव्वत्थोवा परित्ता,णोपरित्ताणोअपरित्ता अणंतगुणा, अपरित्ता अणंतगुणा। ભાવાર્થ - કાયપરિત્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ છે. સંસાર પરિત્તનું અંતર નથી.
કાય અપરિત્તનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ–પૃથ્વીકાલ પ્રમાણ છે. સંસાર અપરિત્તના અનાદિ અનંત ભંગનું અંતર નથી અને અનાદિ સાંતનું પણ અંતર નથી.
નોપરિત્ત નો અપરિત્તનું પણ અંતર નથી. અલ્પબદુત્વ સર્વથી થોડા પરિત્ત છે, નોપરિત્ત નોઅપરિત્ત અનંતગુણા છે અને તેનાથી અપરિત્ત અનંતગુણા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સર્વ સંસારી જીવોના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે–પરિત્ત, અપરિત્ત અને નોપરિત્ત નોઅપરિત્ત. પરિત – પરિત્ત શબ્દનો અર્થ સામાન્યરૂપે સીમિત અથવા મર્યાદિત થાય છે. તેના બે ભેદ છે– કાયપરિત્ત અને સંસાર પરિત્ત.
વચારીત્ત નામ પ્રત્યે રિશ સારપરિત્તોપાદ્ધપુત્રપરીવર્તાતઃ :-વૃત્તિ
પ્રત્યેક શરીરી જીવને કાય પરિસ કહે છે અને જેણે સંસારને મર્યાદિત કર્યો છે, જેનું સંસાર પરિભ્રમણ અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાલ પ્રમાણ શેષ રહ્યું છે, તેને સંસારપરિત કહે છે. અપવિત્ત :- સાધારણ શરીરી જીવને કાય અપરિત કહે છે અને જેના સંસાર પરિભ્રમણની કોઈ મર્યાદા નથી તેવા જીવોને સંસાર અપરિત કહે છે.
જે પરિત્ત કે અપરિત્ત નથી તેવા સિદ્ધના જીવોને નોપરિત-નોઅપરિત કહે છે. કાયસ્થિતિ :- કાયપરિત્ત જઘન્ય અંતર્મુહૂર્ત સુધી કાયપરિત્ત રૂપે રહે છે. યથા– કોઈ જીવ સાધારણ વનસ્પતિમાંથી પ્રત્યેક વનસ્પતિમાં જન્મ ધારણ કરી કાયપરિત્ત બને, ત્યાં અંતર્મુહૂર્ત સુધી રહીને પુનઃ સાધારણ વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો અંતર્મુહૂર્તની કાયસ્થિતિ થાય છે.
તે જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી કાય પરિત્ત રૂપે રહે છે. તે અસંખ્યાતકાળ અસંખ્યાત ઉત્સર્પિણી