Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 762
________________ ૬૮૮ શ્રી જીવાજીવાભિગમ સત્ર ઉત્તર– હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમયની સ્થિતિ છે. અપ્રથમ સમય નારકીની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમની છે. પ્રથમ સમયના તિર્યચની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. અપ્રથમ સમયના તિર્યંચની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવપ્રમાણ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ છે. મનુષ્યોની સ્થિતિ તિર્યંચની સમાન અને દેવોની સ્થિતિ નારકીની સમાન જાણવી. વિવેચન : પ્રથમ સમયના નારકીની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ એક સમયની છે. ઉત્પત્તિના પ્રથમ સમયવર્તી જીવો જ પ્રથમ સમયના નારકી કહેવાય છે. બીજા આદિ સમયમાં તે પ્રથમ સમયના રહેતા નથી, તેથી તેની સ્થિતિ એક સમયની થાય છે. તે જ રીતે પ્રથમ સમયના તિર્યંચ, મનુષ્ય અને દેવની સ્થિતિ પણ એક સમયની છે. અપ્રથમ સમયના નારકીની અને દેવોની જઘન્ય સ્થિતિ એક સમય ન્યુન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ છે. અપ્રથમ સમયના તિર્યંચ અને મનુષ્યોની જઘન્ય સ્થિતિ એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન ત્રણ પલ્યોપમ છે. તિર્યંચમાં નાનામાં નાનો ૨૫૬ આવલિકાનો ભવ ક્ષુલ્લક ભવ કહેવાય છે અને મનુષ્યોમાં નાનામાં નાનો ભવ સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ અંતર્મુહુર્તનો (લગભગ બે મિનિટનો) ક્ષુલ્લક ભવ કહેવાય છે. આઠ પ્રકારના જીવોની કાયસ્થિતિ:| ३ णेरइय-देवाणं जच्चेव ठिई सच्चेव संचिट्ठणा दुविहाण वि। पढमसमयतिरिक्खजोणिएणंभंते !पढमसमयतिरिक्खजोणिएत्तिकालओकेवचिरं होइ ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उक्कोसेण वि एक्कं समयं । अपढमसमयतिरिक्खजोणियस्स जहण्णेणंखुड्डागंभवग्गहणं समय ऊणं, उक्कोसेणंवणस्सइकालो। पढमसमयमणुस्साणंजहण्णेण उक्कोसेणंय एक्कंसमयं । अपढमसमयमणुस्साणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समय ऊणं, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोङिपुहुत्तमब्भहियाइसमय ऊणाई। ભાવાર્થ :- નારકી અને દેવોની જે સ્થિતિ કહી છે, તે જ બંને પ્રકારના (પ્રથમ સમયના અને અપ્રથમ સમયના) નારકીઓ અને દેવોની કાયસ્થિતિ (સંચિટ્ટણા) છે. પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના તિર્યંચ તે જ રૂપે કેટલા સમય સુધી રહી શકે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય રહી શકે છે. અપ્રથમ સમય તિર્યંચ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહી શકે છે. પ્રથમ સમયના મનુષ્ય જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય અને અપ્રથમ સમયના મનુષ્ય જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન અનેક(સાત) ક્રોડપૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમ સુધી રહી શકે છે.

Loading...

Page Navigation
1 ... 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860