Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
see
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
દસ પ્રકારના જીવોની કાયસ્થિતિઃ
३ संचिटुणा- पढमसमयइयस्स जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं एक्कं समयं । अपढम समयिकाणं जहण्णेणं खुड्डागं भवग्गहणं समय- ऊणं, उक्कोसेणं एगिंदियाणं वणस्सइकालो । बेइंदिय-तेइंदिय- चउरिंदियाणं संखेज्जकालं । पंचेंदियाणं सागरोवमसहस्सं साइरेगं । ભાવાર્થ :- પ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમય છે. અપ્રથમ સમયવર્તી જીવોની કાયસ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ એકેન્દ્રિયોની વનસ્પતિકાળ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિયોની સંખ્યાતકાળ અને અપ્રથમ સમયવર્તી પંચેન્દ્રિયોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે.
વિવેચન :
પ્રથમ સમયવર્તી પ્રત્યેક જીવોની કાયસ્થિતિ એક સમયની છે કારણ કે કોઈ પણ સ્થાનમાં બીજા સમયે તે જીવ પ્રથમ સમયવર્તી રહેતો નથી.
એકેન્દ્રિય જીવો વનસ્પતિની અપેક્ષાએ નિરંતર અનંતકાલ પર્યંત તિર્યંચાયુનું વેદન કરે છે, તેથી અપ્રથમ સમય એકેન્દ્રિયની કાયસ્થિતિ અનંતકાલની છે. અપ્રથમ સમયવાળા ત્રણ વિકલેન્દ્રિય જીવો સંખ્યાતકાલ પર્યંત નિરંતર તે જ આયુષ્યનું વેદન કરી શકે છે, તેથી તેની કાયસ્થિતિ સંખ્યાતકાલની અને તે જ રીતે પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમની ઘટિત થાય છે.
દશ પ્રકારના જીવોનું અંતર ઃ
४ पढमसमयएगिंदियाणं केवइयं अंतर होइ ? गोयमा ! जहणणेणं दो खुड्डागभवग्गहणाइ समय-ऊणाई, उक्कोसेणं वणस्सइकालो । अपढमसमयएगिंदियाणं अतरं जहणणेणं खुड्डागभवग्गहणं समयाहियं, उक्कोसेणं दो सागरोवमसहस्साइं संखेज्जवासमब्भहिया ।
सेसाणं सव्वेसिं पढमसमयिकाणं अंतरं जहण्णेणं दो खुड्डागाइं भवग्गहणाई समय. ऊणाइं, उक्कोसेणं वणस्सइकालो। अपढमसमयिकाणं सेसाण जहण्णेणं खुड्डागं भवग्गहणं समयाहियं उक्कोसेणं वणस्सइकालो ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પ્રથમ સમયના એકેન્દ્રિયોનું અંતર કેટલું છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. અપ્રથમ સમય એકેન્દ્રિયોનું અંતર જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લકભવ છે અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ છે. શેષ સર્વ પ્રથમ સમયવર્તી જીવોનું અંતર જઘન્ય એક સમય ન્યૂન બે ક્ષુલ્લક ભવપ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. શેષ અપ્રથમ સમયવર્તી જીવોનું જઘન્ય અંતર સમયાધિક એક ક્ષુલ્લકભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ-અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોનું અંતર સ્પષ્ટ કર્યું છે.