Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જીવો વિશેષાધિક છે, (૫) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે એકેન્દ્રિય જીવો ત્રસજીવોથી વધુ છે. તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. (૬) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક છે, કારણ કે તેનું ક્ષેત્ર વધુ છે. (૭) તેનાથી અપ્લાયિક વિશેષાધિક છે, કારણ કે લોકમાં પૃથ્વી કરતાં જલસ્થાનો વધુ છે. (તમસ્કાયની અપેક્ષાએ.) (૮) તેનાથી વાયુકાયિક વિશેષાધિક છે, કારણ કે લોકમાં પોલાણ વધુ છે. (૯) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે, નિગોદના જીવો અનંત છે. નવ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર :
જીવ પ્રકાર
ભસ્થિતિ
કાયસ્થિતિ
Fe
૧. પૃથ્વીકાય
૨. અપ્લાય
૩. તેઉકાય
૪. વાયુકાય
૫. વનસ્પતિકાય
૬. બેઈદ્રિય
૭. તેઈદ્રિય
૮. ચૌરેન્દ્રિય
૯. પંચદ્રિય
૨૨૦૦૦ વર્ષ
૭૦૦૦ વર્ષ
૩ અહોરાત્ર
૩૦૦૦ વર્ષ
૧૦,૦૦૦ વર્ષ
૧૨ વર્ષ
૪૯ દિવસ
પુઢીકાલ
પુઢવીકાલ
પુઢવીકાલ
પઢવીકાશ
વનસ્પતિકાલ
સંખ્યાતકાલ
અંતર
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
પુઢવીકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
વનસ્પતિકાલ
સંખ્યાતકાલ
માસ
સંખ્યાતકાલ
૩૩ સાગરોપમ
સાધિક૧૦૦૦સાગરો
* સર્વ જીવોની જઘન્ય ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
અલ્પબહુત્વ
૬ વિશેષાધિક
૭ વિશેષાધિક
૫ અસંખ્યગુણા
૮ વિશેષાધિક
૯ અનંતગણા
૪ વિશેષાધિક
ઢવિશેષાધિક
૨ વિશેષાધિક
૧ સર્વથી અલ્પ
પુઢતીકાલ—અસંખ્યાતકાલ છે. તે ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે અર્થાત્ અસંખ્ય લોકમાં જેટલા આકાશપ્રદેશ હોય તેટલા અસંખ્ય સમય પ્રમાણ છે. તેમાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલ થાય છે.
વનસ્પતિકાલ–અનંતકાલ છે. તે અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. અર્થાત્ અનંત લોકમાં જેટલા આકાશ પ્રદેશો હોય, તેટલા અનંત સમય થાય, તેમાં અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ છે. તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના અસંખ્ય પુદ્દગલ પરાવર્તન થાય છે. એક પુદ્ગલ પરાવર્તનમાં પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ હોય છે.
II આઠમી પ્રતિપતિ સંપૂર્ણ