Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
હજાર) નાગકુમાર દેવો અગ્રોદક જલધારાને (વેલાને) ધારણ કરે છે. આ રીતે સર્વ મળીને ૧,૭૪,000 (એક લાખ, ચુમોતેર હજાર) નાગકુમાર દેવો લવણ સમુદ્રના પાણીને મર્યાદામાં રાખે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં લવણ સમુદ્રમાં થતી જલવૃદ્ધિ, તેનું પ્રમાણ અને તેના કારણરૂપ પાતાળ કળશોનું પ્રતિપાદન છે. અસંખ્ય સમુદ્રોમાંથી એક લવણ સમુદ્રમાં જ ભરતી-ઓટ આવે છે. અન્ય સમુદ્રોનું જલ સપ્રમાણ રહે છે. લવણ સમુદ્રમાં પાતાળ કળશોનું સ્થાન :- લવણ સમુદ્રના બે લાખ યોજનાના વિસ્તારમાંથી મધ્યના ૧૦,000 યોજનમાં સમતલ ભૂમિભાગ છે. લવણ સમુદ્ર એક બાજુ જંબૂદ્વીપની જગતીને અને બીજી બાજુએ ધાતકીખંડ દ્વીપની જગતીને સ્પર્શે છે. આ બંને દ્વીપ તરફથી લવણ સમુદ્રની અંદર ૯૫000૯૫000 યોજન સુધીની ભૂમિ ઢાળવાળી છે. તે ભૂમિ ક્રમશઃ ધીરે-ધીરે નીચે ઉતરતી જાય છે. ૯૫૦૦૦ યોજન પછી લવણ સમુદ્રની વચ્ચોવચ્ચ ૧0000 યોજનની સમતલભૂમિ છે, ત્યાં લવણસમુદ્ર ૧૦૦૦ યોજન ઊંડો છે. | મધ્યના ૧૦,000 યોજનની સમતલ ભૂમિમાં ચારે દિશામાં એક-એક મહાપાતાળ કળશો છે. પૂર્વમાં વડવામુખ, દક્ષિણમાં કેતુક, પશ્ચિમમાં યૂપક અને ઉત્તરમાં ઈશ્વર નામના મહાકળશો(તેના મુખ) છે. આ ચારે ય મહાપાતાળ કળશોની વચ્ચેના ચાર આંતરાઓમાં ક્રમશઃ ૧૯૭૧-૧૯૭૧ તેમ સર્વ મળી ૭,૮૮૪ લઘુપાતાળ કળશો(તેના મુખ) છે. આ કળશોના મુખ લવણ સમુદ્રના સમતલ ભૂમિભાગ પર સમશ્રેણીએ છે અને કળશો સમુદ્રના ભૂમિતલમાં દટાયેલા છે.
વ્યાખ્યા ગ્રંથોમાં ૭૮૮૪ લઘુપાતાળ કળશોની ગોઠવણીઆ પ્રમાણે દર્શાવી છે– બે મહાકળશોની વચ્ચે હજાર યોજનાના વિસ્તારવાળા લઘુપાતાળ કળશોની નવ-નવ પંક્તિ છે. જેબૂદ્વીપ તરફની પ્રથમ પંક્તિમાં ર૧૫ લઘુકળશો છે. ત્યાર પછી સમુદ્રની પરિધિ વધવાથી આગળની પ્રત્યેક પંક્તિમાં એક-એક કળશની વૃદ્ધિ થાય છે તેથી બીજી પંક્તિમાં ૨૧૬, ત્રીજી પંક્તિમાં ૨૧૭; આ રીતે વૃદ્ધિ કરતાં નવમી પંક્તિમાં ૨૨૩ લઘુપાતાળ કળશો છે. આ રીતે નવપંક્તિના કુલ મળીને ૧૯૭૧ લઘુકળશો, બે મહાપાતાળ કળશોની વચ્ચેના આંતરામાં છે. ચારે ય આંતરાના મળીને ૭,૮૮૪(સાત હજાર આઠસો ચોરાસી) લઘુ પાતાળ કળશો છે. પાતાળ કળશોનું પ્રમાણ :- મહાપાતાળ કળશોની પહોળાઈ નીચે મૂળ ભાગ તથા ઉપર મુખ ભાગમાં ૧0000(દશ હજાર) યોજન, મધ્યના પેટાળ ભાગમાં ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે અને તેની ઊંડાઈ એક લાખ યોજન છે. તેની દીવાલ(ઠીકરી)ની જાડાઈ સર્વત્ર એક સરખી ૧000 યોજનની છે.
લઘુપાતાળ કળશોની પહોળાઈનીચે મૂળ ભાગમાં તથા ઉપર મુખ ભાગમાં ૧૦૦ યોજન, મધ્યના પેટાળ ભાગમાં ૧000 યોજન છે અને તેની ઊંડાઈ ૧000 યોજન છે. તેની દીકરીની જાડાઈ સર્વત્ર એક સરખી ૧૦ યોજનની છે. આ લઘુ પાતાળ કળશો અને મહાકળશો વજમય છે. પાતાળ કળશોના ત્રિભાગમાં જલ-વાય - એક લાખ યોજનની ઊંડાઈના ત્રણ ભાગ કરીએ તો મહાપાતાળ કળશોના પ્રત્યેક વિભાગ(ત્રિભાગ) ૩૩,૩૩૩ ફુ યોજનાના થાય છે. તે જ રીતે લઘુપાતાળ કળશોની એક હજાર યોજનની ઊંડાઈના ત્રણ ભાગ કરતાં, પ્રત્યેક ભાગ ૩૩૩ યોજનના થાય છે.