Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________ પ્રતિપત્તિ-૩ઃ ધાતકીબંડાદિ દ્વીપસમુદ્રાધિકાર 535 | વારવિલેણે મને સુરદુહવિહી-જ્યોતિષી દેવોની ગતિવિશેષથી મનુષ્યોના સુખદુઃખનું જ્ઞાન થાય છે. અહીં વિહીશબ્દ જ્ઞાન અર્થમાં છે. ગતિશીલ ગ્રહ અને નક્ષત્રોના ચંદ્ર અને સૂર્ય સાથેના વિશેષ પ્રકારના સંયોગથી કેટલાક શુભ કે અશુભ યોગનિષ્પન્ન થાય છે. જ્યોતિષ શાસ્ત્રના અધ્યયન કે અનુભવના આધારે તેની ગણના કરીને વ્યક્તિના જન્મ સમયના નક્ષત્ર આદિના આધારે તેના શુભાશુભ ભૂત-ભાવિ ઘટનાઓ જાણી શકાય છે. કર્મોના ઉદય, ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ નિમિત્ત બને છે અર્થાત્ શુભ કર્મોના વિપાકમાં શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી કારણભૂત બને છે અને અશુભ કર્મોના ફળમાં અશુભ દ્રવ્ય ક્ષેત્ર આદિ સામગ્રી કારણભૂત બને છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે અનુકૂળ સંયોગ હોય, તો તે પ્રાયઃ શુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે અને તેના કારણે વ્યક્તિને શરીરની નિરોગિતા, ધર્મ વૃદ્ધિ, વેર ઉપશમન, પ્રિય સંયોગ, કાર્યસિદ્ધિ વગેરે સુખદાયી ફળ મળે છે. વ્યક્તિના જન્મ સમયે નક્ષત્રાદિનો ચંદ્ર સાથે પ્રતિકૂળ સંયોગ થાય, તો તે પ્રાયઃ અશુભ કર્મો, તથા પ્રકારની વિપાક સામગ્રી મેળવીને ઉદયમાં આવે છે. તેથી લોકો પોતાના વિશિષ્ટ કાર્યનો પ્રારંભ શુભ તિથિ, શ્રેષ્ઠ નક્ષત્ર આદિમાં કરે છે. તાવત્ત તુવકળિયા:-સૂર્ય બાહ્ય મંડલથી આત્યંતર મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર વધતું જાય છે અને આત્યંતર મંડલથી બાહ્ય મંડલ તરફ ગતિ કરે ત્યારે તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. સૂર્ય આત્યંતર મંડલ તરફ ગતિ કરે છે ત્યારે તે મેરુ પર્વતની નજીક હોય છે. જ્યારે તે સર્વાત્યંતર મંડલ પર હોય ત્યારે ઉત્તરાયણમાં જંબૂદ્વીપના છ દસમાંશ (s/૧૦)ભાગને પ્રકાશિત કરે છે અને તે બાહ્ય મંડલ તરફ ગતિ કરે ત્યારે મેરુ પર્વતથી દૂર થતો જાય છે અને તેનું તાપક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે. જ્યારે સુર્ય સર્વ બાહ્ય મંડલ પર હોય ત્યારે દક્ષિણાયનમાં જંબુદ્વીપના ચાર દસમાંશ (4/10) ભાગને મંદ રૂપે પ્રકાશિત કરે છે. આ રીતે સૂર્યની ગતિ અનુસાર તાપક્ષેત્રમાં વધઘટ થાય છે (વિશેષ વિવેચન માટે જુઓ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-વક્ષ.-૭) ઉત્તરાયણમાં તાપ-અંધકાર ક્ષેત્ર દક્ષિણાયનમાં તાપ–અંધકાર ક્ષેત્ર તાપુ MLER * અંધકાર ક્ષેત્ર તાપ ક્ષેત્ર