Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-s
[ ૮૭ ]
अंतोमुहुत्तं उक्कोसेणं अणंतकालं,तिरिक्खजोणिणीणं जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडिहुत्तमब्भहियाई। एवं मणुस्सस्स मणुस्सीए वि। ભાવાર્થ - નારકી, દેવ અને દેવીઓની જે ભવસ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે. તિર્યંચોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. તિર્યંચ સ્ત્રીની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અનેક કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. આ જ રીતે મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓની પણ કાયસ્થિતિ જાણવી. વિવેચન :સચિટ્ટણા (કાયસ્થિતિ) - નારકીઓની, દેવોની અને દેવીઓની જે ભવસ્થિતિ છે, તે જ તેની કાયસ્થિતિ છે, કારણ કે નારકી અને દેવ મરીને નારકી કે દેવ થતા નથી. તિર્યંચની કાયસ્થિતિ :- તિર્યંચ યોનિકોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ છે. તે અનંતકાળ અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે, ક્ષેત્રની અપેક્ષાએ અનંત લોકાકાશના પ્રદેશ તુલ્ય તથા અસંખ્યાત પુલ પરાવર્તન પ્રમાણ છે. તે અસંખ્યાત પુલ પરાવર્તન પણ આવલિકાના અસંખ્યાત ભાગમાં જેટલા સમય હોય, તેટલા જાણવા.
પ્રસ્તુતમાં તિર્યંચની કાયસ્થિતિનું કથન વનસ્પતિ જીવોની અપેક્ષાએ છે. સંજ્ઞી તિર્યંચ અને તિર્યંચાણીની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સાત ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે.
કોઈપણ જીવ સંજ્ઞી તિર્યંચ કે સંજ્ઞી મનુષ્યના નિરંતર આઠ ભવ કરી શકે છે. તેમાં સાત ભવ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિના અને આઠમો ભવ યુગલિકનો કરે ત્યારે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. જો તે તિર્યંચ આઠમો ભવ યુગલિકનો ન કરે તો આઠે ભવ દોડ પૂર્વ વર્ષની સ્થિતિના અથવા તેનાથી અલ્પ સ્થિતિના પણ કરી શકે છે. તેનો સમાવેશ મધ્યમ કાયસ્થિતિમાં થાય છે. સુત્રોમાં સર્વત્ર ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન હોવાથી આઠમા યુગલિકના ભવની અપેક્ષાએ સાત કોડ પૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમનું કથન હોય છે. મનુષ્યની કાયસ્થિતિ :- મનુષ્ય અને મનુષ્યાણીની કાયસ્થિતિ તિર્યંચાણી પ્રમાણે સાત પૂર્વ ક્રિોડ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની કહી છે.
અહીં મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન હોવાથી તે ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ છે. ગર્ભજ મનુષ્ય પણ પૂર્વવત્ નિરંતર આઠ ભવ કરે તો ઉપરોકત સ્થિતિ ઘટિત થાય છે. સંમૂર્છાિમ મનુષ્યોની કાયસ્થિતિ તેટલી નથી. સંમૂર્છાિમ મનુષ્યનું આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. તે જીવ પણ નિરંતર આઠ ભવ કરે તો તેની કાયસ્થિતિ આઠ અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. તે આઠ અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત જ થાય છે.
ગર્ભજ મનુષ્યોમાં યુગલિક મનુષ્યો મરીને પુનઃ યુગલિક થતા નથી, તેથી તેની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન અર્થાત્ ત્રણ પલ્યોપમની છે. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ ક્રોડપૂર્વવર્ષની થાય છે અને કર્મભૂમિ તથા અકર્મભૂમિ મળીને સમુચ્ચય ગર્ભજ મનુષ્યની કાયસ્થિતિ સાત કોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે. સાત પ્રકારના જીવોનું અંતર:| ४ रझ्यस्स अंतरजहण्णेणं अंतोमुहत्तं,उक्कोसेणवणस्सइकालो। एवंसव्वाणंतिरिक्ख जोणियवज्जाण। तिरिक्खजोणियाणजहण्णेणअतोमुतउक्कोसेणसागरोवमसयतसाइरेग। ભાવાર્થ-નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાળ છે. તિર્યંચોને છોડીને સર્વજીવોનું અંતર આ જ પ્રમાણે છે. તિર્યંચોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે.