Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
દેવો છઠ્ઠી નરક પૃથ્વી સુધી અને ઉપરિતન ગ્રેવેયકના દેવો સાતમી નરક પૃથ્વી સુધી અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. અનુત્તર વિમાનવાસી દેવો સંભિન્ન–દેશોન ત્રસ નાડીને અવધિજ્ઞાન દ્વારા જાણે-દેખે છે. |५१ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसुदेवाणं कइ समुग्घाया पण्णत्ता?
गोयमा ! पंच समुग्घाया पण्णत्ता,तं जहा- वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणतियसमुघाए,वेउव्वियसमुघाए,तेजससमुघाए । एवं जावअच्चुए। गेविज्जणुत्तरा आदिल्ला तिण्णिसमुग्घाया पण्णत्ता। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોને કેટલા સમુદુઘાત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! પાંચ સમુદ્યાત હોય છે– (૧) વેદના સમુદ્યાત (૨) કષાય સમુઘાત (૩) મારણાંતિક સમુદ્યાત (૪) વૈક્રિય સમુઘાત અને (૫) તૈજસ સમુઘાત. આ પ્રમાણે અમ્રુત દેવલોક સુધીના દેવોને પાંચ સમુદ્યાત હોય છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવોને પ્રથમ ત્રણ સમુદ્યાત હોય છે– વેદના, કષાય અને મારણાંતિક સમુદ્યાત.
५२ सोहम्मीसाणेसुणंभते !कप्पेसुदेवा केरिसयंखुहपिवासंपच्चणुब्भवमाणा विहरंति? गोयमा !णत्थि खुहपिवासंपच्चणुब्भवमाणा विहरति एवं जावअणुत्तरोववाइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોને ભૂખ-તરસનો કેવા પ્રકારનો અનુભવ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સૌધર્મ દેવલોકથી અનુત્તરોપપાતિક દેવલોક સુધીના દેવોને ભૂખ-તરસની વેદના હોતી નથી. [५३ सोहम्मीसाणेसुणं भंते ! कप्पेसु देवा किं एगत्तं पभू विउव्वित्तए, पुहुत्तं पभू विउवित्तए?
गोयमा !एगत्तंपिपभूविउवित्तए, पुहत्तंपिपभूविउवित्तए । एगत्तं विउव्वेमाणा एगिदियरूवं वा जावपचिंदियरूवं वा.पहत्तं विउव्वेमाणा एगिदियरूवाणि वा जाव पंचिंदियरूवाणि वा; ताइसंखेज्जाइपि असंखेज्जाइपि सरिसाइपि असरिसाइपिसंबद्धाइपि असंबद्धाइपि रूवाइं विउव्वंति, विउव्वित्ता अप्पणो जहिच्छियाइंकज्जाइंकरति जाव અવુનો ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! સૌધર્મ-ઈશાન દેવલોકના દેવો એક રૂપની વિદુર્વણા કરવામાં સમર્થ છે કે અનેક રૂપોની વિફર્વણા કરવામાં સમર્થ છે?
ઉત્તર- હે ગૌતમ! બંને પ્રકારની વિક્ર્વણા કરવામાં સમર્થ છે. એક રૂપની વિદુર્વણા કરતા તે એકેન્દ્રિયનું રૂપ ધાવતુ પંચેન્દ્રિયનું રૂપ બનાવી શકે છે અને અનેક રૂપોની વિદુર્વણા કરતાં અનેક એકેન્દ્રિય રૂપોની યાવત અનેક પંચેન્દ્રિય રૂપોની વિફર્વણા કરી શકે છે. તે સંખ્યાત અથવા અસંખ્યાત, સમાન અથવા અસમાન અને પરસ્પર સંબંધિત અથવા અસંબંધિત વિવિધ પ્રકારના રૂપો બનાવીને પોતાની ઇચ્છાનુસાર કાર્ય કરે છે. આ જ રીતે અશ્રુત દેવો સુધી જાણવું. ५४ गेविज्जणुत्तरोववाइयादेवा किं एगत्पभूविउवित्तए, पहुत्तं पभूविउव्वित्तए?