Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૪
533
अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं ।
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! પંચેન્દ્રિય, પંચેન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક હજાર સાગરોપમ સુધી રહે છે.
९ एगिंदिय अपज्जत्तए णं भंते ! कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहणणेणं अतोमुहुत्तं उक्कोसेण वि अंतोमुहुत्तं जाव पंचिंदिय अपज्जत्तए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! અપર્યાપ્ત એકેન્દ્રિય અપર્યાપ્તપણે કેટલા સમય સુધી રહે છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સુધી રહે છે. આ પ્રમાણે અપર્યાપ્ત પંચેન્દ્રિય સુધી જાણવું.
१०
दिपजत्त णं भंते ! कालओ केवच्चिरं होइ ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखिज्जाई वाससहस्साइं । एवं बेइदिए वि, णवरिं संखेज्जाइं वासाइं । तेइदिए णं संखेज्जा राइंदिया । चडरिंदिए णं संखेज्जा मासा । पज्जत्तपंचिंदिए सागरोवमसयपुहुत्तं साइरेगं ।
ભાવાર્થ :- પ્રશ્ન— હે ભગવન્ ! પર્યાપ્ત એકેન્દ્રિય પર્યાપ્તપણે કેટલા સમય સુધી રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજારો વર્ષ સુધી રહે છે. આ જ રીતે બેઇન્દ્રિયનું કથન કરવું. વિશેષતા એ છે કે અહીં સંખ્યાતા વર્ષ કહેવા. તેઇન્દ્રિય સંખ્યાતા રાત-દિવસ સુધી, ચૌરેન્દ્રિય સંખ્યાતા માસ સુધી અને પર્યાપ્ત પંચેન્દ્રિય સાધિક અનેક સો સાગરોપમ સુધી રહે છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ પ્રકારના જીવોની કાયસ્થિતિનું કથન છે.
અહીં સૂક્ષ્મ-બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્તની વિવક્ષા કર્યા વિના એકેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની કહી છે. કોઈ એકેન્દ્રિય જીવ અંતર્મુહૂર્ત આયુષ્યવાળા એક કે અનેક ભવ કરીને બેઇન્દ્રિય આદિમાં ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ છે. વનસ્પતિ એકેન્દ્રિય હોવાથી એકેન્દ્રિય પદમાં તેનું પણ ગ્રહણ થાય છે. દરેક જીવોની જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે.
ત્રણ વિકલેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાતકાલની છે, કારણ કે બેઇન્દ્રિય આદિમાં જીવ નિરંતર સંખ્યાતા ભવ કરી શકે છે. સંખ્યાતા ભવમાં સંખ્યાત કાલ વ્યતીત થાય છે.
પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક હજાર સાગરોપમ છે. કોઈ જીવ નારકી, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય અને દેવ ગતિ, આ પ્રકારે ચારે ગતિના પંચેન્દ્રિયમાં પરિભ્રમણ કરતાં સાધિક હજાર સાગરોપમ કાલ વ્યતીત કરે છે, ત્યારપછી તે જીવ અવશ્ય વિકલેન્દ્રિય કે એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે છે. અપર્યાપ્તાની કાસ્થિતિ :– કોઈપણ જીવ નિરંતર અપર્યાપ્તનામ કર્મના ઉદય સહિત અપર્યાપ્તાના ભવમાં જેટલો કાલ વ્યતીત કરે તેને અપર્યાપ્તની કાસ્થિતિ કહે છે.
કોઈપણ જીવ અપર્યાપ્તપણે એક અંતર્મુહૂર્ત જ રહે છે ત્યાર પછી તેને અવશ્ય પર્યાપ્તનામ કર્મનો