Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૫૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
થોડા પૃથ્વીકાયિક અપર્યાપ્તા છે તેનાથી પર્યાપ્તા-સંખ્યાત ગુણા છે. સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તા અલ્પ છે અને પર્યાપ્તા સંખ્યાત ગુણા છે.(૨) તેનાથી સૂક્ષ્મ જીવો આખા લોકમાં ભર્યા છે, તેથી સૂક્ષ્મ કે બાદર જીવોની વિવક્ષા કર્યા વિના સમુચ્ચય પૃથ્વીકાયમાં અપર્યાપ્ત જીવો અલ્પ અને પર્યાપ્ત જીવો અધિક છે. તે જ રીતે અપ્લાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયમાં સર્વથી થોડા અપર્યાપ્ત જીવો અને તેનાથી પર્યાપ્તા સંખ્યાત ગુણા છે.
ત્રસ કાયિકોમાં (૧) સર્વથી થોડા પર્યાપ્ત ત્રસકાયિક છે. (૨) તેનાથી અપર્યાપ્ત ત્રસકાયિક અસંખ્યાત ગુણા છે. કારણ કે બાદર જીવોમાં અપર્યાપ્ત જીવો અસંખ્યગુણા હોય છે. (૫) છ પ્રકારના જીવોમાં પર્યાપ્ત-અપર્યાપ્તની અપેક્ષાએ સમ્મિલિત અલ્પબદુત્વઃ- (૧) સર્વથી થોડા ત્રસકાયિક પર્યાપ્ત, (૨) તેનાથી ત્રસકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૩) તેનાથી તેજસ્કાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૪,૫,૬) તેનાથી પૃથ્વી, અપુ, વાયુના અપર્યાપ્ત ક્રમથી વિશેષાધિક છે. (૭) તેનાથી તેજસ્કાયિક પર્યાપ્ત સંખ્યાત ગુણો છે, કેમ કે સૂક્ષ્મ જીવોમાં અપર્યાપ્તાથી પર્યાપ્ત સંખ્યાત ગુણ છે. (૮,૯,૧૦) તેનાથી પૃથ્વી, અપુ, વાયુના પર્યાપ્ત જીવો ક્રમથી વિશેષાધિક છે. (૧૧) તેનાથી વનસ્પતિકાયિક અપર્યાપ્ત અનંતગુણા છે. (૧૨) તેનાથી સકાયિક અપર્યાપ્ત વિશેષાધિક છે, તેમાં છ કાય જીવોના અપર્યાપ્તાનો સમાવેશ થાય છે. (૧૩) તેનાથી વનસ્પતિકાયિક પર્યાપ્ત સંખ્યાતગુણા છે, કેમ કે સૂક્ષ્મોમાં અપર્યાપ્ત જીવોથી પર્યાપ્તજીવ સંખ્યાત ગુણા છે અને સૂક્ષ્મ જીવો આખા લોકમાં ભરેલા છે. (૧૪) તેનાથી સકાયિક પર્યાપ્ત વિશેષાધિક છે. છ પ્રકારના પર્યાપ્તા અપર્યાપ્તા જીવોનું સમ્મિલિત અલ્પબહત્વ:કમ કાય | પ્રમાણ
કારણ ૧ | પર્યાપ્તા ત્રસકાય | સર્વથી થોડા| ત્રસ જીવો અલ્પ હોય છે.
અપર્યાપ્તા ત્રસકાય |અસંખ્યગુણા| ત્રસમાં પર્યાપ્તા કરતાં અપર્યાપ્તા વધુ હોય છે. ૩ | અપર્યાપ્તા તેઉકાય |અસંખ્યગુણા ત્રસથી સ્થાવર જીવ અસંખ્યગુણા હોય છે, તેમાં તેઉકાયસર્વથી અલ્પછે તથા
| સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્ત અલ્પ છે. ૪ | અપર્યાપ્તા પૃથ્વીકાય| વિશેષાધિક લોકમાં અગ્નિથી પૃથ્વીના જીવો વધુ હોય છે.
અપર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક લોકમાં પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે. | અપર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | લોકમાં પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૭ | પર્યાપ્તા તેઉકાય |સંખ્યાતગુણા સૂક્ષ્મ જીવોની અપેક્ષાએ અપર્યાપ્તા કરતાં પર્યાપ્તા જીવો વધુ હોય છે. ૮ | પર્યાપ્તા પૃથ્વીકાય | વિશેષાધિક | અગ્નિથી પૃથ્વીના જીવો વધુ હોય છે. ૯ | પર્યાપ્તા અપ્લાય | વિશેષાધિક | પૃથ્વીથી પાણીના જીવો વધુ હોય છે. ૧૦ | પર્યાપ્તા વાયુકાય | વિશેષાધિક | પાણીથી વાયુના જીવો વધુ હોય છે. ૧૧ | અપર્યાપ્તા વનસ્પતિ, અનંતગુણા | નિગોદ જીવોની અપેક્ષાએ તે અનંત છે. ૧૨ | અપર્યાપ્તા સકાય | વિશેષાધિક| સૂક્ષ્મ–બાદર પૃથ્યાદિ સર્વ અપર્યાપ્તા સમાવિષ્ટ છે. ૧૩ | પર્યાપ્તા વનસ્પતિ સિંખ્યાતગુણા સૂક્ષ્મની અપેક્ષાએ પર્યાપ્તા સંખ્યાતગુણ હોય છે. ૧૪ | પર્યાપ્તા સકાય | વિશેષાધિક | વનસ્પતિ સિવાય ચાર સ્થાવરના સર્વ પર્યાપ્તાઓનો પણ સમાવેશ થાય છે.
|
|
| જ |
|
|
|
|
|