Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
કે તે મેરુ પર્વતથી દક્ષિણપૂર્વમાં છે. તેની રાજધાની વિદ્યુતપ્રભા છે. તે પણ આ આવાસ પર્વતથી દક્ષિણ-પૂર્વમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. કૈલાસ નામના આવાસ પર્વતના વિષયમાં સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ છે. વિશેષતા એ છે કે આ પર્વત મેરુપર્વતથી દક્ષિણ-પશ્ચિમમાં છે અને તેની કૈલાસ નામની રાજધાની કૈલાસ પર્વતના દક્ષિણ-પશ્ચિમમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. અરુપ્રભ નામનો આવાસ પર્વત મેરુપર્વતથી પશ્ચિમોત્તર દિશામાં છે. તેની અરુણપ્રભ નામની રાજધાની આવાસ પર્વતના પશ્ચિમોત્તર દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી બીજા લવણ સમુદ્રમાં છે. આ ચારે ય આવાસ પર્વત એક જ પ્રમાણના છે અને સંપૂર્ણ રત્નમય છે. વિવેચન :
to
પ્રસ્તુત સૂત્રોમાં વેલંધર અને અનુવેલંધર દેવોના આવાસ પર્વતો, તેનું સ્વરૂપ તેની રાજધાની વગેરેનું નિરૂપણ છે. વેલધર દેવો ઃ— લવણ સમુદ્રની ૧૬,૦૦૦ યોજન ઊંચી ગયેલી અને અર્ધો યોજન વૃદ્ધિ પામતી જલવેલાને એટલે જલશિખાને ચારે દિશામાં સતત ધારણ કરી રાખે અર્થાત્ તેને આગળ વધતી અટકાવે, તે દેવોને વેલંધર દેવો કહે છે, તે નવનિકાયના નાગકુમાર જાતિના દેવો છે. જળશિખાને ચારે વિદિશામાં સતત ધારણ કરનાર દેવોને અનુવેલંધર દેવો કહે છે. તે દેવોના આવાસ રત્નપ્રભા પૃથ્વીના આંતરામાં છે. તેમ છતાં તેના આવાસ રૂપ પર્વતો લવણ સમુદ્રમાં પણ છે. વેલંધર, અનુવેલંધર પર્વતોના સ્થાન ઃ– • જંબૂતીપની જગતીથી ૪૨૦૦૦ યોજન દૂર લવા સમુદ્રમાં ચાર દિશામાં ચાર વેધર પર્વનો અને ચાર વિદિશામાં ચાર અનુવેલંધર પર્વતો છે.
(૧) પૂર્વમાં ગોસ્તૂપ વેલંધ૨ (૨) પૂર્વ-દક્ષિણમાં કદમ અનુવેલંધર (૩) દક્ષિણમાં શિવક વેલંધર (૪) દક્ષિણ-પશ્ચિમમાં કૈલાસ અનુવેલર (૫) પશ્ચિમમાં શંખ વેલધર (૬) પશ્ચિમ-ઉત્તરમાં અરૂણપ્રભ અનુવેલધર (૭) ઉત્તરમાં દસમ વેલધર અને (૮) ઉત્તરપૂર્વમાં કર્કોટક અવેલંધર પર્વત છે.
વેલધર, અનુવેલધર પર્વત પ્રમાણ :– આ આઠે ય પર્વતો ૧૭૨૧ યોજન ઊંચા, ૪૩૦ ૧ યોજન જમીનમાં ઊંડા(પાયો), મૂળમાં ૧૦૨૨, મધ્યમાં ૭૨૩
શંખ વેલંધર
અનુવેલંધર
કૈલાસ
લવણ સમુદ્ર
અરૂણપ્રભ
અનુવેલંધર
૪૨૦૦૦ ધો.
દકસીમ
વેલંધર
અડીપ O
શિવક વેલંધર
અનુવેલંધર કર્કોટક
Eg4/000/
કર્દમ
અનુવેલંધર
ગોસ્તુપ
વેલંધર