Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૭૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
पमाणं, णवरं सव्वरयणामए अच्छे जावपडिरूवे जावअट्ठो भाणियव्यो । बहूओखुड्डा
खुडियासु जाव बिलपंतियासु बहूई उप्पलाइं संखाभाई संखवण्णाई । संखे एत्थ देवे महिड्डिए जावरायहाणीए, पच्चत्थिमेणं संखस्स आवासपव्वयस्ससंखाणामरायहाणी,तं चेव पमाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શંખ નામના વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની પશ્ચિમમાં બેંતાલીસ હજાર યોજન દુર શંખ વેલંધર નાગરાજનો શંખ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ ગોસ્તૂપની સમાન છે. વિશેષતા એ છે કે તે સંપૂર્ણતયા રત્નમય, સ્વચ્છ ભાવત્ પ્રતિરૂપ છે યાવત્ તેના શંખ નામનો અર્થ કારણ શું છે? હે ગૌતમ ! તે શંખ આવાસ પર્વત ઉપર નાની નાની વાવડીઓ વાવ બિલપંક્તિઓમાં ઘણાં કમલાદિ છે. જે શંખની આભાવાળા, શંખના રંગવાળા અને શંખની આકૃતિવાળા છે. ત્યાં શંખ નામના મહદ્ધિક દેવ રહે છે, તેથી તે પર્વત શંખ પર્વત કહેવાય છે. શંખ દેવ શંખ નામની રાજધાનીનું આધિપત્ય કરતાં વિચરે છે. તેની શંખ નામની રાજધાની શંખ આવાસ પર્વતની પશ્ચિમમાં છે, તેનું પ્રમાણ વગેરે વિજયા રાજધાનીની સમાન છે. | २७ कहिणं भंते !मणोसिलगस्स वेलंधरणागरायस्स दगसीमए णामं आवासपव्वए पण्णत्ते?
गोयमा ! जंबूद्दीवेदीवे मंदरस्स उत्तरेणं लवणसमुदंबायालीसंजोयणसहस्साई ओगाहित्ता एत्थ णं मणोसिलगस्स वेलंधर णागरायस्सदगसीमए णामं आवास पव्वए पण्णत्ते,तंचेव पमाणं । णवरिसव्वफलिहामए अच्छे जावपडिरूवे अट्ठो भाणियव्यो। गोयमा !दगसीमंतेणंआवासपव्वए सीतासीतोदगाणंमहाणदीणंतत्थगंता सोए पडिहम्मइ, सेतेणट्रेण जावणिच्चे.मणोसिलए एत्थदेवेमहिडिए जावरायहाणीसेउत्तरेण दगसीमस्स आवास पव्वयस्स मणोसिलिया णामं रायहाणी,तंचेव पमाणं ।
कणगंकरयय फालिहमया य, वेलंधराणमावासा।
अणुवेलंधरराईणं, पव्वया होति रयणमया ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મનોશિલ વેલંધર નાગરાજનો દકસીમ આવાસ પર્વત ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરદિશામાં લવણ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન દૂર મનોશિલ વેલંધર નાગરાજનો દકસીમ નામનો આવાસ પર્વત છે. તેનું પ્રમાણ વગેરે પૂર્વવત્ જાણવું. વિશેષતા એ છે કે તે સંપૂર્ણ સ્ફટિક રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે યાવત તે પર્વતના દકસીમ નામનો અર્થ શું છે? હે ગૌતમ ! સીતા-સીતોદા મહાનદીઓનો પ્રવાહ દકસીમ આવાસ પર્વત પાસે આવીને પ્રતિહત થાય છે. આ રીતે તે પાણીની મર્યાદા કરનારો હોવાથી દકસીમ કહેવાય છે યાવત તે શાશ્વત છે. અહીં મનોશિલ નામના મહકિ દેવ રહે છે યાવતુ તે મનોશિલા રાજધાનીનું અધિપત્ય કરતાં વિચરે છે.
તે મનોશિલા રાજધાની દકસીમ આવાસ પર્વતની ઉત્તરમાં તિરછે અસંખ્યાત દ્વીપ સમુદ્ર પસાર કર્યા પછી અન્ય લવણ સમુદ્રમાં છે. તેનું પ્રમાણ વગેરે વિજયા રાજધાનીની સમાન છે.