Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[
૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ મહા પાતાળકળશો અને લઘુ પાતાળકળશોના નીચેના ત્રિભાગમાં માત્ર વાયુ છે, મધ્યના ત્રિભાગમાં જલ અને વાયુ બને છે અને ઉપરના ત્રિભાગમાં માત્ર જળ છે.
- નીચેના અને મધ્યના ત્રિભાગમાં હજારો વાયુકાયના જીવો ઉત્પન્ન થાય છે અને કુદરતી રીતે જ મહાવાયરો વાય છે. ખળભળાટ મચાવતો તે વાયરો ઊંચો ઉછળે છે અને કળશોના મધ્યના અને ઉપરના ત્રિભાગમાં રહેલા જળને અને પરંપરાએ સમુદ્રના જળને ઉપર ઉછાળે છે. કળશોનું પાણી બહાર ઉછળવાથી સમુદ્રની સપાટી અને જળશિખાની સપાટીનું પાણી વૃદ્ધિ પામે છે, સમુદ્રનું પાણી ઉછળે તેને ભરતી કહે છે. જ્યારે પાતાળકળશોના મધ્યના અને નીચેના ત્રિભાગનો વાયુશાંત થઈ જાય ત્યારે પાણી પાતાળ કળશોમાં પાછું ફરે છે અને તેમાં સમાય જાય છે, સ્થિર થઈ જાય છે ત્યારે સમુદ્ર જળ હાનિ પામે છે, તેને
ઓટ કહે છે. જળશિખા અને તેની જળ વહિન પ્રમાણ:-જંબૂદ્વીપ–ધાતકીખંડ દીપના બંને કિનારાઓથી ૯૫,000૯૫,000 યોજન છોડીને મધ્યના ૧૦,000 યોજનમાં પાણી દિવાલની જેમ ૧૬,000 યોજન સુધી ઊંચું જાય છે. આ ૧૬000 યોજન ઉપર ગયેલી જલરાશિને લવણ સમુદ્રની જલશિખા અથવા દગમાળા કહે છે. તે જલશિખા તથાપ્રકારના સ્વભાવે સમભીંતની જેમ હંમેશાં સ્થિત રહે છે.
પાતાળ કળશોનો વાયુ ભિત થાય ત્યારે જળશિખાની જળ સપાટી બે ગાઉ અર્થાત અર્ધા યોજન વૃદ્ધિ પામે છે. જળશિખામાં જળવૃદ્ધિ થવાથી સમુદ્રના દરેક વિભાગમાં તરંગો-મોજાઓ ફેલાય છે, ત્યારે બાજુના પાણીમાં ખળભળાટ મચી જાય છે. તે પાણી જંબૂદ્વીપ અને ધાતકીખંડ દ્વીપની જગતી તરફ વહેવા લાગે છે.
મહા પાતાળ કશળ :
નામ
સ્થાન
ઊંડાઈ | પહોળાઈ | કળશના | અધિષ્ઠાતા | ભીંતની
વિભાગ | માતા
જાડાઈ
૧. વલયામુખ
વાયુ.
પૂર્વદિશા લિવણસમુદ્રની વેદિકાના અંતભાગથી ૯૫,૦૦૦ યોગ અંદર]. દક્ષિણ દિશા પશ્ચિમ દિશા ઉત્તર દિશા
એક લાખ યોજના મૂળમાં- | નીચે કાલ
૧000 યો૦ ૧૦,૦૦૦ યો | ૩૩,૩૩૩ યો| મધ્યમાં ૧00000 યો | મધ્યમાં ઉપર
૩૩,૩૩૩યો ૧0,000 યોઃ | વાયુ અને જલ
|મહાકાલ ૩૩,૩૩૩યો વિલંબ જલ
પ્રભંજન (દરેકની એક પલ્યાની સ્થિતિ) |
ઉપર
૨. કેતુક ૩. યૂપક ૪. ઈશ્વર
જલવૃદ્ધિનો સમયઃ-પ્રાયઃ દિવસમાં બે વાર જલશિખામાં વધઘટ થાય છે. તે જ રીતે આઠમ, ચૌદસ અને પૂનમ તથા અમાવસ્યાના દિવસે પણ તેમાં વધઘટ થાય છે. આ રીતે સ્વભાવથી જ તે-તે સમયે તે વાયુના કુંભિત થવાથી જલમાં વૃદ્ધિ થાય છે.