Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૬ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે અસશી, મિથ્યાદષ્ટિ અને અપર્યાપ્તપણે જ અંતર્મુહૂત માત્રનું આયુષ્ય પુરું કરી મૃત્યુ પામે છે. આ રીતે તે જીવોની ઋદ્ધિ અત્યંત અલ્પ છે. સંમક્કિમ મનુષ્યોના ૨૩ દ્વાર - (૧) શરીર- તેને ત્રણ શરીર હોય છે–ઔદારિક, તૈજસ અને કાર્મણ. (૨) અવગાહના- તેની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (૩) સંઘયણ-છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા- પ્રથમની ત્રણ અશુભ (૮) ઇન્દ્રિય- પાંચ ઇન્દ્રિયો છે. (૯) સમુદ્યાત– પ્રથમના ત્રણ (૧૦) સંજ્ઞી– તે જીવો અસંજ્ઞી છે. (૧૧) વેદ- નપુંસકવેદ (૧૨) પર્યાપ્તિ- ચાર અપર્યાપ્તિઓ હોય છે. તે લબ્ધિ અપર્યાપ્તક હોય છે, તેથી કોઈ પણ પ્રકારે પ્રર્યાપ્ત થતા નથી, અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે. (૧૩) દષ્ટિ– મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન– અચક્ષુ દર્શન હોય. તે પનિય હોવા છતાં અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી ચદર્શનનો ઉપયોગ નથી. ચક્ષુદર્શનનો ઉપયોગ પર્યાપ્તાવસ્થામાં જ થાય છે. (૧૫) જ્ઞાન- તે મિથ્યાત્વી હોવાથી મતિ, શ્રત, આ બે અજ્ઞાન જ હોય છે. (૧) યોગ- કાયયોગ હોય છે. તે અસંજ્ઞી અને અપર્યાપ્તા જ હોવાથી મનયોગ કે વચનયોગ નથી. (૧૭) ઉપયોગ– બંને ઉપયોગ હોય છે. (૧૮) આહાર- છ દિશામાંથી ૨૮૮ પ્રકારે આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે.
' (૧૯) ઉપપાત- મનુષ્ય અને તિર્યંચ ગતિના(પૃથ્વી, પાણી, વનસ્પતિ, ત્રણ વિકસેન્દ્રિય, કર્મભૂમિના મનુષ્યો અને તિર્યંચ પંચેન્દ્રિય, આ આઠ દંડકના) જીવો આવીને ઉત્પન્ન થાય છે. નારકી અને દેવો મરીને અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા નથી. તે અવશ્ય પર્યાપ્તપણાને જ પ્રાપ્ત કરે છે. તૈજસકાય અને વાયુકાયના જીવો પણ મનુષ્યગતિને પ્રાપ્ત કરી શકતા નથી. અસંખ્યાત વર્ષાયુષ્ક અર્થાતુ યુગલિકો અવશ્ય દેવગતિને પ્રાપ્ત કરે છે, તેથી અહીં તે તે જીવોનો નિષેધ કર્યો છે. (૨૦) સ્થિતિ– જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. જઘન્ય અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કંઈક અધિક છે.
(૨૧) મરણ– સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, બંને પ્રકારે મૃત્યુ પામે છે. (૨૨) ઉદ્ધવર્તનમનુષ્ય અને તિર્યંચગતિના પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય, આ દશ દંડકમાં જાય છે. સંમૂર્છાિમ મનુષ્યો અસંજ્ઞી અને અંતર્મુહૂર્તની સ્થિતિમાં અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામતા હોવાથી તે જીવ નરક અને દેવ ગતિમાં કે યુગલિક રૂપે જન્મ ધારણ કરી શકતા નથી. (૨૩) ગતિ-આગતિ- મનુષ્ય અને તિર્યચ, આ બે ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. ગર્ભજ મનુષ્યો:१३४ से किंतंभंते !गब्भवक्कंतियमणुस्सा?गोयमा !गब्भवक्कंतियमणुस्सातिविहा पण्णत्ता,तंजहा-कम्मभूमया, अकम्मभूमया, अंतरदीवया।
एवं मणुस्सभेदो भाणियव्वो जहा पण्णवणाए तहा णिरवसेसं भाणियव्वं जाव छउमत्था यकेवलीय । तेसमासओदुविहा पण्णत्ता,तंजहा- पज्जत्ताय अपज्जत्ताय । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ગર્ભજ મનુષ્યના ત્રણ પ્રકાર છે, જેમ કે– કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતર્દીપજ.
આ પ્રમાણે મનુષ્યોના છદ્મસ્થ અને કેવળી સુધીના ભેદ પ્રજ્ઞાપના સૂત્ર પ્રમાણે કહેવા જોઈએ. તે મનુષ્યના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્તા અને અપર્યાપ્તા.