Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૨૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ચાર સ્થાવરનો નિર્લેપનકાલ - પૃથ્વી આદિ ચાર પ્રકારના સ્થાવર જીવો એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
વર્તમાન સમયમાં નવા ઉત્પન્ન થયેલા પૃથ્વીકાયના જઘન્ય અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરવામાં આવે અર્થાત્ એક-એક જીવને બહાર કાઢવામાં આવે, તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીકાલ વ્યતીત થાય ત્યારે તે સર્વ જીવોનું અપહરણ થાય છે. અર્થાત તે સ્થાન ખાલી થાય છે. આ રીતે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલના સમય જેટલા પૃથ્વીકાયના જીવો એક જ સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે.
તે જ રીતે પૃથ્વીકાયના ઉત્પન્ન થયેલા ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરતાં, અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થાય છે. જઘન્ય કાલથી ઉત્કૃષ્ટકાલ અસંખ્યાત ગુણો અધિક છે.
તે જ રીતે એક સમયમાં ઉત્પન્ન થયેલા પાણી, અગ્નિ અને વાયુના જીવોનો નિર્લેપનકાલ પણ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ છે. વનસ્પતિનો નિર્લેપનકાલ :- વનસ્પતિકાયના જીવો એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંત ઉત્પન્ન થાય છે. વર્તમાન સમયમાં ઉત્પન્ન થયેલા અનંત જીવોમાંથી પ્રતિસમય એક-એક જીવનું અપહરણ કરીએ તો તે અનંતની રાશિનો કદાપિ અંત આવતો નથી અર્થાત્ તે સ્થાન ક્યારેય ખાલી થતું નથી. આ રીતે વનસ્પતિકાયના જીવોમાં નિર્લેપનકાલ નથી. ત્રસજીવોનો નિર્લેપનકાલઃ- બેઇન્દ્રિયાદિ જીવો એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્પન્ન થાય છે પરંતુ પ્રસ્તુતમાં સમુચ્ચય ત્રસ જીવોની વિવક્ષા છે અને સમસ્ત ત્રસ જીવોમાં પ્રત્યેક સમયે અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે, તેથી અહીં એક, બે, જીવોનું કથન નથી. - તેનો નિર્લેપનકાલ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ કાલ પ્રમાણ છે. તેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ કાલ વિશેષાધિક છે. વર્તમાન એક સમયમાં અનેક સો સાગરોપમના સમય પ્રમાણ ત્રસ જીવોની ઉત્પત્તિ એક સાથે થાય છે. અણગારનું જ્ઞાન સામર્થ્ય:२० अविसुद्धलेस्से णं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्सं देवं, देविं, अणगारं जाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे। ભાવાર્થ -પ્રશ્ન– હે ભગવન્! સમુદ્યાતથી રહિત અવિશુદ્ધ લેશી અણગાર શું અવિશુદ્ધ લેશી દેવ-દેવી અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી અર્થાત્ જાણતા દેખતા નથી. | २१ अविसुद्धलेस्सेणं भंते ! अणगारे असमोहएणं अप्पाणेणं विसुद्धलेस्सं देवं, देविं, अणगारंजाणइ पासइ ? गोयमा !णो इणढे समढे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સમુઘાતથી રહિત અવિશુદ્ધ લેશી અણગાર શું વિશુદ્ધ લેશી દેવને, દેવીને અને અણગારને જાણે-દેખે છે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. | २२ अविसुद्धलेस्से णं भंते ! अणगारेसमोहएणं अप्पाणेणं अविसुद्धलेस्संदेवं, देवि, अणगारंजाणइ पासइ ? गोयमा ! णो इणढे समढे।