Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તે મનુષ્યો સ્વસ્તિક વગેરે ઉત્તમ લક્ષણો, મસ, તલ વગેરે વ્યંજનો અને ક્ષમા વગેરે સદ્ગુણોથી યુક્ત હોય છે. તેઓનું રૂપ જન્મથી જ દોષરહિત હોય છે. તેઓના અંગોપાંગ સુવિભક્ત–યથાસ્થાને સ્થિત હોય છે, તેથી તેઓ સ્વરૂપવાન, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ દેખાય છે.
૨૯૪
તે (એકોરુક દ્વીપના) મનુષ્યો હંસ જેવા મધુર સ્વરવાળા, ક્રૌંચપક્ષી જેવા દીર્ઘ સ્વરવાળા, નંદી– બાર પ્રકારના વાઘ સમુદાયના સ્વર જેવા ધ્વનિવાળા, સિંહ જેવા બલિષ્ઠ સ્વરવાળા, સિંહ જેવા ધ્વનિવાળા, મધુર સ્વરવાળા, મધુર ધ્વનિવાળા, સુસ્વર અને સુઘોષવાળા હોય છે. તેઓના પ્રત્યેક અંગ કાંતિથી ચમકતા હોય છે. તે વજૠષભનારાચ સંઘયણ અને સમચતુરસ સંસ્થાનના ધારક હોય છે. તેઓનું શરીર સ્નિગ્ધ કાંતિવાળું, નીરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અતિશય સંપન્ન, નિરૂપમ, મેલ અને પરસેવાથી રહિત તેમજ પરસેવા તથા ધૂળથી નિષ્પન્ન મેલથી પણ રહિત, નિરૂપલેપ હોય છે. અનુકૂળ વાયુના વેગવાળા, કંકપક્ષીની જેમ નિર્લેપ ગુદાવાળા, કબૂતરની સમાન પ્રબળ પાચન શક્તિવાળા, શકુનિ પક્ષીની જેમ મલોત્સર્ગના લેપથી રહિત ગુદાવાળા, સુંદર પૃષ્ઠ ભાગ, ઉદર અને જંઘાવાળા હોય છે. તેઓનો ઉદર ભાગ મૂઠીમાં સમાય જાય તેવો પાતળો હોય છે. પદ્મકમળની સુગંધ જેવા સુગંધી શ્વાસોશ્વાસથી સુગંધિત મુખવાળા તે મનુષ્યો આઠસો ધનુષ્ય ઊંચા હોય છે.
२६ तेसिं मणुयाणं चउसट्ठि पिट्ठिकरंडगा पण्णत्ता समणाउसो ! ते णं मणुया पगइभद्दगा पगइविणीया पगइउवसंता पाइपयणु-कोहमाणमायालोभा मिउमद्दवसंपण्णा अल्लीणा भद्दगा विणीया अप्पिच्छा असंणिहिसंचया अचंडा विडिमंतर - परिवसणा जहिच्छियकामगामिणो यमगणा पण्णत्ता समणाउसो ।
ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! તે મનુષ્યોને ૬૪ પાંસળીઓ હોય છે. તે મનુષ્યો સ્વભાવથી જ ભદ્ર, વિનીત, ઉપશાંત, અલ્પ ક્રોધ, માન, માયા અને લોભવાળા, સ્વભાવથી જ કોમળ, માર્દવતા સંપન્ન, અલીન− વિષયોમાં સંયત ચેષ્ટાવાળા, ભદ્ર, વિનીત, અલ્પ ઇચ્છાવાળા, સંગ્રહ કે સંચયવૃત્તિથી રહિત, અક્રૂર પરિણામી હોય છે. તે મનુષ્યો વૃક્ષોની શાખાઓની મધ્યમાં રહેનારા અને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતાપૂર્વક વિચરણ કરનારા હોય છે.
२७ तेसिंणं भंते! मणुस्साणं केवइकालस्स आहारट्ठे समुप्पज्जइ ? गोयमा ! चउत्थभत्तस्स आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તે મનુષ્યોને કેટલા સમયે કાળથી આહારની ઇચ્છા થાય છે ? ઉત્તરહે ગૌતમ ! તે મનુષ્યોને ચતુર્થભક્ત અર્થાત્ એક દિવસ છોડીને બીજા દિવસે આહારની અભિલાષા થાય છે. २८ भंते! समाए भरहे वासे मणुईणं केरिसए आयार-भाव-पडोयारे पण्णत्ते ? गोयमा ! ताओ णं मणुईओ सुजायसव्वंग-सुंदरीओ, पहाण-महिला-गुणेहिं जुत्ताओ, अच्चत विसयपमाण-मउय-सुक्कुमाल - कुम्म संठिया विसिटु चलणाओ, उज्जु-मउय पीवर सुसाहयंगुलीओ, अब्भुण्णय-रइय-तलिण-तब- सूझ - णिद्ध-णक्खा, रोमरहिय- वट्ट, लट्ठ संठिय- अजहण्ण-पसत्थलक्खण-अकोप्प-जंघ-जुयलाओ, सुणिम्मिय- सुगूढसुजाणु-मंसल - सुबद्ध-संधीओ, कयलीखंभाइरेग-संठिय- णिव्वण- सुकुमाल -मउय-मंसल- अविरल- समसंहिय-सुजाय-वट्ट-पीवर