Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૩ : જંબુદ્રીપાધિકાર
७३ विजयस्स णं दारस्स उवरिमागारा सोलसविहेहिं रयणेहिं उवसोभित्ता, तं जहारयणेहिं वइरेहिं वेरुलिएहिं जावरिट्ठेहिं । विजयस्स णं दारस्स उप्पि बहवे अट्ठट्ठमंगलगा पण्णत्ता, तं जहा- सोत्थिय - सिरिवच्छ जावदप्पणा सव्वरयणामया अच्छा जावपडिरूवा। विजयस्स णं दारस्स उप्पिं बहवे कण्हचामरज्झया जाव सव्वरयणामया अच्छा जाव पडिरूवा । विजयस्स णं दारस्स उप्पिं बहवे छत्ताइछत्ता तहेव ।
૩૭૯
ભાવાર્થ :- તે વિજયદ્વારનો ઉપરનો આકાર(ઉપરનો ભાગ ઓતરંગો) વજ્રરત્ન, વૈડુર્યરત્ન, રિષ્ઠરત્ન વગેરે સોળ પ્રકારના રત્નોથી ઉપશોભિત છે. તે વિજયદ્વાર ઉપર આઠ-આઠ મંગલ છે, તે આ પ્રમાણે છે— સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ. તે સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
તે વિજયદ્વારની ઉપર ઘણા કૃષ્ણ ચામરના ચિહ્નથી અંકિત ધ્વજાઓ છે યાવત્ તે ધ્વજાઓ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વિજયદ્વારની ઉપર ઘણા છત્રાતિછત્ર છે. તે સર્વનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
७४ सेकेणट्टे भंते! एवं वुच्चइ विजए णं दारे, विजए णं दारे ?
गोयमा ! विज णं दारे विजए णाम देवे महिड्डिए महज्जुईए जाव महाणुभावे पलिओवमट्टिईए परिवसइ। से णं तत्थ चउण्हं सामाणियसाहस्सीणं, चउण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, सोलसण्हं आयरक्खदेवहस्सीणं, विजयस्स णं दारस्स विजयाए रायहाणीए, अण्णेसिं च बहूणं विजयाए रायहाणीए वत्थव्वगाणं देवाणं देवीण य आहेवच्चं जावदिव्वाइं भोगभोगाई भुंजमाणे विहरइ । से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ - विजएदारे विजएदारे ।
अदुत्तरं च णं गोयमा ! विजयस्स णं दारस्स सासए णामधेज्जे पण्णत्ते । जंण काणासी, ण कयाए णत्थि, ण कयावि ण भविस्सइ जाव अवट्ठिए णिच्चे विजयदारे । ભાવાર્થ :– પ્રશ્ન– હે ભગવન્ ! તે વિજયદ્વારને વિજયદ્વાર શા માટે કહે છે ? તેનું વિજયદ્વાર એવું નામ શા માટે છે?
ઉત્ત૨– હે ગૌતમ ! વિજયદ્વારમાં મહર્દિક, મહાદ્યુતિવાળા યાવત્ મહાન પ્રભાવવાળા, એક પલ્યોપમની સ્થિતિવાળા વિજય નામના દેવ રહે છે. તે ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદો, સાત અનીકો(સેનાઓ), સાત અનીકાધિપતિઓ અને સોળ હજાર આત્મરક્ષક દેવોનું, વિજયદ્વારનું, વિજયરાજધાનીનું અને બીજા ઘણા વિજયરાજધાની નિવાસી દેવ અને દેવીઓનું આધિપત્ય કરતાં યાવત્ દિવ્ય ભોગોપભોગને ભોગવતાં વિચરે છે. હે ગૌતમ ! તેથી વિજયદ્વારને વિજયદ્વાર કહે છે.
બીજી અપેક્ષાએ હે ગૌતમ ! વિજયદ્વારનું આ નામ શાશ્વત છે. તે પહેલા ન હતું તેમ નથી, વર્તમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં ક્યારેય નહીં હોય તેમ પણ નથી અર્થાત્ આ નામ હતું, છે અને રહેશે યાવત્ આ નામ અવસ્થિત અને નિત્ય છે.