Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૨૨
શ્રી જીવાજીવાભિગમ સત્ર
तए णं से विजए देवे जेणेव णंदा पुक्खरिणी तेणेव उवागच्छइ, णंदापुक्खरिणिं पुरथिमिल्लेणं तिसोपाणपडिरूवएण पच्चोरुहति, हत्थपाए पक्खालेइ, णदाओ पुक्खरिणीओ पच्चुत्तरेइ, जेणेव सभा सुहम्मा तेणेव पहारेत्थ गमणाए।]
(સિદ્ધાયતનમાં જિનપ્રતિમાને વંદન-નમસ્કાર કરીને વિજયદેવદેવચ્છેદક અને સિદ્ધાયતનના મધ્યભાગમાં આવીને મોરપીંછથી તેનું પ્રમાર્જન કરીને, દિવ્ય જલધારાથી સિંચન કરે છે. સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારીને, કોમળ હાથથી પંચવર્ણા પુષ્પો ગ્રહણ કરીને, ત્યાં પાથરીને તે સ્થાનને સુશોભિત કરે છે અને ત્યાર પછી ત્યાં ધૂપ કરે છે.
ત્યાર પછી સિદ્ધાયતનના દક્ષિણીદ્વાર સમીપે આવીને, મોરપીંછને હાથમાં ગ્રહણ કરી બારશાખ, પૂતળીઓ વગેરે વ્યાલરૂપોનું(વિવિધ રૂપોનું) પ્રમાર્જન અને દિવ્ય જલધારાનું સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારે છે. પુષ્પ યાવતુ આભૂષણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ ચઢાવે છે યાવતુ ત્યાં ધૂપ કરે છે.
દક્ષિણકારવર્તી મુખમંડપ અને દક્ષિણ દિશાના મુખમંડપના મધ્ય દેશભાગમાં આવીને મોરપીંછ ગ્રહણ કરીને તે મધ્યભાગનું મોરપીંછથી પ્રમાર્જન અને દિવ્ય જલધારાનું સિંચન કરે છે, સરસ ગોશીષ ચંદનના થાપા મારે છે યાવતું ત્યાં ધૂપ કરે છે.
ત્યાર પછી દક્ષિણી મુખમંડપના પશ્ચિમી દ્વાર સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરીને ત્યાંના બારશાખ, પૂતળીઓ, વાલરૂપો વગેરે વિવિધરૂપોનું મોરપીંછથી પ્રમાર્જન અને દિવ્ય જલધારાથી સિંચન કરે છે, સરસ ગોશીર્ષ ચંદનના થાપા મારે છે; પુષ્પ યાવતું આભરણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ ચઢાવે છે. કોમળ હાથે પંચવર્ણા પુષ્પો ત્યાં ગોઠવી, તે સ્થાનને સુશોભિત કરી, ધૂપ કરે છે. દક્ષિણી મુખમંડપના ઉત્તરી સ્તંભ પંક્તિ સમીપે આવીને, મોરપીંછ ગ્રહણ કરી તેનાથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કરે છે. દક્ષિણી મુખમંડપના પૂર્વીદ્વાર પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી બારશાખ, પૂતળીઓ, વ્યાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્ય કરે છે, તે જ રીતે દક્ષિણી મુખમંડપના દક્ષિણીદ્વાર પાસે આવીને તેના બારશાખ, પૂતળીઓ, વાલરૂપોનું પ્રમાર્જન વગેરે સર્વ કાર્યો કરે છે.
દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપ અને દક્ષિણી પ્રેક્ષાગૃહ મંડપના બરોબર મધ્યભાગમાં વજમય અક્ષપાટ (અખાડો), તેના ઉપરની મણિપીઠિકા, તેના ઉપરના સિંહાસન પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી, તે મોરપીંછથી અક્ષપાટ, મણિપીઠિકા અને સિંહાસનને સાફ કરે છે. દિવ્ય જલધારાથી ધુએ છે, સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે, પુષ્પ થાવત આભરણો અને ઉપરથી નીચે સુધી લટકતી લાંબી, ગોળ માળાઓ, લટકાવીને કોમળ હાથથી પંચવર્ણા પુષ્પો ગોઠવીને તે સ્થાનને સુશોભિત બનાવે છે અને ધૂપ કરે છે. દક્ષિણી પ્રેક્ષામંડપના પશ્ચિમી દ્વાર, ઉત્તરી સ્તંભ પંક્તિ, પૂ દ્વાર અને દક્ષિણીદ્વાર પાસે આવી પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કરે છે.
દક્ષિણી ચૈત્યસૂપ સમીપે આવી હાથમાં મોરપીંછ ગ્રહણ કરી, ચૈત્યસૂપ, મણિપીઠિકાને સાફ કરીને, ધોઈને, સરસ ગોશીર્ષ ચંદન લગાવીને યાવત ધૂપ કરે છે.
અનુક્રમે પશ્ચિમી મણિપીઠિકા, પશ્ચિમી જિનપ્રતિમા સમીપે આવીને, ઉત્તરી મણિપીઠિકા અને ઉત્તરી જિનપ્રતિમા સમીપે આવી, પૂર્વી મણિપીઠિકા અને પૂર્વી જિનપ્રતિમા સમીપે આવીને તથા દક્ષિણી મણિપીઠિકા, દક્ષિણી જિનપ્રતિમા સમીપે આવીને, તે જ રીતે સર્વ કાર્યો કરે છે.
દક્ષિણી ચૈત્યવૃક્ષ, દક્ષિણી મહેન્દ્રધ્વજ, દક્ષિણી નંદાપુષ્કરિણી પાસે આવીને મોરપીંછ ગ્રહણ કરી તેનાથી