Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૩ : લવણ સમુદ્રાધિકાર
असासया तत्थ णं चत्तारि देवा महिड्डिया जाव पलिओवमट्ठिईया परिवसंति, तं जहाઅને, મહામત્તે, વેતને, પમનને
૪૬૭
ભાવાર્થ :- તે પાતાળ કળશોની ભીંત સર્વ બાજુએ સમાન રૂપે એક હજાર યોજન જાડી છે. તે સંપૂર્ણ વજ્રરત્નમય, આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા પૃથ્વીકાયિક જીવો ઉત્પન્ન થાય છે અને નીકળે છે, ઘણા પુદ્ગલો એકત્રિત થાય છે અને વિખેરાય છે. ત્યાં પુદ્ગલોનો ચય-ઉપચય થતો રહે છે. તે પાતાળ કળશોની દીવાલો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને વર્ણ, ગંધ,રસ, સ્પર્શાદિ પર્યાયોથી અશાશ્વત છે. તે ચાર પાતાળ કળશોમાં પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્દિક દેવો રહે છે. તેના નામ આ પ્રમાણે છે– (૧) કાલ (૨) મહાકાલ (૩) વેલંબ અને (૪) પ્રભંજન.
१२ तेसिं णं महापायालाणं तओ तिभागा पण्णत्ता, तं जहा - हेट्ठिल्ले तिभागे, मज्झिल्ले तिभागे, उवरिल्ले तिभागे । ते णं तिभागा तेत्तीसं जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयणतिभागं च बाहल्लेणं पण्णत्ता । तत्थ णं जे से हेट्ठिल्ले तिभागे एत्थ णं वाडकाओ संचिट्ठइ । तत्थ णं जे से मज्झिल्ले तिभागे एत्थ णं वाडकाए य आउकाए य संचिट्ठइ । तत्थ णं जे से उवरिल्ले तिभागे एत्थ णं आउकाए संचिट्ठइ ।
ભાવાર્થ :- તે મહાપાતાળ કળશોના ત્રણ વિભાગ છે– (૧) નીચેનો ત્રિભાગ (૨) મધ્યનો ત્રિભાગ અને (૩) ઉપરનો ત્રિભાગ. તે ત્રણેય ત્રિભાગ ૩૩,૩૩૩ ૩ યોજન (તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ યોજન અને એક યોજનનો ત્રિભાગ) પ્રમાણ વિસ્તૃત છે. તેના નીચેના ત્રિભાગમાં વાયુકાયના જીવો છે, મધ્યમ ત્રિભાગમાં વાયુકાય અને અપ્કાયના જીવો છે અને ઉપરના ત્રિભાગમાં અપ્લાયના જીવો છે.
१३ अदुत्तरं च गोयमा ! लवणसमुद्दे तत्थ-तत्थ देसे बहवे खुड्डालिंजरसंठाणसंठिया खुड्डापायालकलसा पण्णत्ता । ते णं खुड्डापायाला एगमेगं जोयणसहस्सं उव्वेहेणं, मूले एगमेगं जोयणसयं विक्खंभेणं, मज्झे एगपएसियाए सेढीए एगमेगं जोयणसहस्सं विक्खभेणं, उप मुहमूले गमेगं जोयणसयं विक्खंभेणं ।
तेसिं णं खुड्डागपायालाणं कुड्डा सव्वत्थ समा दस जोयणाई बाहल्लेणं पण्णत्ता, सव्ववइरामया अच्छा जावपडिरूवा । तत्थ णं बहवे जीवा पोग्गला य जाव असासया वि । पत्तेयं-पत्तेयं अद्धपलिओवमट्ठिझ्याहिं देवयाहिं परिग्गहिया ।
ભાવાર્થ:- હે ગૌતમ ! લવણ સમુદ્રમાં તે મહા પાતાળ કળશો સિવાય બીજા અનેક નાના કુંભ જેવા લઘુ પાતાળ કળશો છે. તે લઘુ પાતાળ કળશો એક હજાર યોજન ઊંડા છે, મૂળમાં એકસો યોજન પહોળા છે અને ક્રમશઃ વધતાં મધ્યમાં એક પ્રદેશની શ્રેણીએ એક હજાર યોજન પહોળા છે, ત્યાર પછી ક્રમશઃ ઘટતાં ઉપર મુખભાગ પાસે એકસો યોજન પહોળા છે.
આ લઘુ પાતાળ કળશોની ભીંત સર્વ બાજુએ સમાન રૂપે દશ યોજન જાડી છે. તે સંપૂર્ણતયા વજ્રમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા પૃથ્વીકાયિકાદિ જીવો ઉત્પન્ન થાય છે, નીકળે છે. ઘણા પુદ્ગલો એકત્રિત થાય છે, વિખેરાય છે. ત્યાં પુદ્ગલોનો ચય-ઉપચય થતો રહે છે. તે લઘુ કળશોની ભીંત દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી શાશ્વત છે અને વર્ણાદિ પર્યાયોની અપેક્ષાથી અશાશ્વત છે. તે પાતાળ કળશોમાં અર્ધા પલ્યોપમની સ્થિતિવાળા દેવો રહે છે.