Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૩: જેબૂદીપાધિકાર
[ ૪૨૫] देवसाहस्सीओ पत्तेयंपत्तेयंपुष्वणत्थेसुभदासणेसुणिसीयंति । एवंदक्खिणेणंमज्झिमियाए परिसाए दस देवसाहस्सीओ जावणिसीयंति। दाहिणपच्चत्थिमेणं बाहिरियाए परिसाए बारस देवसाहस्सीओ पत्तेयं पत्तेयं जावणिसीयंति।
तएणं तस्स विजयस्स देवस्स पच्चत्थिमेणं सत्त अणियाहिवई जाव णिसीयंति। तए णं तस्स विजयस्स देवस्स पुरत्थिमेणं दाहिणेणं पच्चत्थिमेणं उत्तरेणं सोलस आयरक्खदेवसाहस्सीओ पत्तेय-पत्तेयं पुव्वणत्थेसु भद्दासणेसु णिसीयति; तं जहापुरत्थिमेण चत्तारि साहस्सीओ जाव उत्तरेणं चत्तारि साहस्सीओ। ભાવાર્થ - ત્યારપછી તે વિજયદેવની પશ્ચિમ-ઉત્તર દિશા, ઉત્તર દિશા અને ઉત્તર-પૂર્વ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર ચાર હજાર સામાનિક દેવો બેસે છે. ત્યાર પછી વિજયદેવની પૂર્વદિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર ચાર અગ્રમહિષીઓ બેસે છે.
ત્યાર પછી વિજયદેવની દક્ષિણ-પૂર્વ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર આવ્યંતર પરિષદના આઠ હજારો દેવો બેસે છે. ત્યાર પછી વિજય દેવની દક્ષિણ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર મધ્યમ પરિષદના દશ હજાર દેવો બેસે છે અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર બાહ્ય પરિષદના બાર હજાર દેવો બેસે છે.
ત્યાર પછી વિજયદેવની પશ્ચિમ દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો ઉપર સાત સેનાધિપતિઓ બેસે છે. ત્યાર પછી વિજયદેવની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, તે ચારે દિશામાં સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો પર ચાર-ચાર હજાર, આ રીતે સોળ હજાર આત્મરક્ષક દેવો બેસે છે. १३१ तेणं आयरक्खासण्णद्धबद्धवम्मियकवयाउप्पीलियसराणपट्टिया पिणद्धगेविज्जा आविद्ध विमल-वरचिंधपट्टागहियाउहपहरणा तिणयाणि ति-संधियाइवयरामयकोडीणि धणूइं पगिज्झ पडियाइयकंडकलावाणीलपाणिणोपीतपाणिणोरत्तपाणिणोचावपाणिणो चारुपाणिणो चम्मपाणिणोदंडपाणिणोखग्गपाणिणोपासपाणिणोणीलपीयरक्तचाक्चारु चम्मदंङखग्ग-पासधरा आयरक्खा; रक्खोवगया गुत्ता गुत्तपालिया जुत्ता जुत्तपालिया पत्तेयंपत्तेयं समयओ विणयओ किंकरभूया इव चिट्ठति । ભાવાર્થ:- તે આત્મ રક્ષક દેવો ગાઢ બંધનથી બદ્ધ કવચ ધારણ કરીને, પ્રત્યંચા ચઢાવેલા ધનુષ્યો ગ્રહણ કરીને, ગળામાં ચૈવેયક’ નામનું ગ્રીવારક્ષક ઉપકરણવિશેષ પહેરીને, વીરતા સૂચકચિહ્ન પટ(વસ્ત્રવિશેષ) મસ્તક ઉપર બાંધીને, આયુધો અને પ્રહરણો ગ્રહણ કરીને; આદિ, મધ્ય અને અંત્ય, આ ત્રણ સ્થાનોમાં નમ્રીભૂત, આ જ ત્રણ સ્થાનોમાં સંધાનયુક્ત, વજમય અંતભાગવાળા ધનુષ્યો અને બાણ સમૂહને ધારણ કરીને, કેટલાક નીલવર્ણના બાણોના સંયોગથી નીલવર્ણવાળા, કેટલાક પીળાવર્ણના બાણોના સંયોગથી પીળાવર્ણવાળા, કેટલાક લાલવર્ણના બાણોના સંયોગથી લાલવર્ણવાળા ધનુષ્યધારી ચારુ નામક પ્રહરણયુક્ત, ચામડાની ગોફણ, આ રીતે નીલ, પીત, લાલ રંગના ધનુષ, ચર્મ, દંડ, તલવાર, પાશ વગેરે લઈને સમયે-સમયે વિજયદેવનું રક્ષણ કરવામાં તત્પર, આજ્ઞા પાલન કરવામાં સાવધાન, ગુખ આદેશ પાલનમાં તત્પર, અન્યનો પ્રવેશ ન થઈ શકે તેમ અત્યંત સઘનપણે અને પંક્તિબદ્ધ ગોઠવાયેલા, વિનીત ભાવે કિંકરભૂત થઈને તેમની ચારે દિશામાં ચોકી પહેરો ભરતા ઊભા રહે છે.