Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૩૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
બાહ્ય પરિષદનું નામ પર્વા છે. શેષ વર્ણન કાલ ઇન્દ્રની જેમ જાણવું. તેનું પરિમાણ (દેવ-દેવીની સંખ્યા) અને સ્થિતિ પણ તે જ પ્રમાણે જાણવી જોઈએ. પરિષદનો અર્થ વગેરે અમરેન્દ્રની પરિષદની સમાન જાણવો જોઈએ. ચંદ્રની સમાન જ સૂર્યની વક્તવ્યતા પણ જાણવી જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં જ્યોતિષી દેવોના સ્થાન, વિમાન અને પરિષદ આદિનું નિરૂપણ છે. જ્યોતિષી દેવો – જે દેવોના વિમાન હંમેશાં પ્રકાશિત રહે છે અને તિરછા લોકમાં જ્યોતિ એટલે પ્રકાશ ફેલાવે છે, તેને જ્યોતિષ્ક વિમાન કહે છે. તેમાં વસનારા દેવો જ્યોતિષી દેવ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે–ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર રૂપ છે અને તે બંનેના પરિવાર રૂપ ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહ અને ૬,૯૭૫ ક્રોડાકોડી તારાઓ હોય છે. તિરછા લોકમાં અસંખ્ય ચંદ્ર અને સૂર્ય જ્યોતિર્મેન્દ્ર છે. તે સર્વે ય ઇન્દ્રોના પરિવાર રૂ૫ ગ્રહ આદિ દેવો સમાન છે. તેમાં અઢીદ્વીપની અંદર ચંદ્ર-સૂર્ય આદિ સર્વે ય જ્યોતિષ્ક વિમાનો પરિભ્રમણ કરે છે, તેથી તે ચર વિમાન કહેવાય છે. જંબૂદ્વીપમાં સામસામી દિશામાં એક-એક, એમ બે ચંદ્ર અને બે સૂર્ય છે, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય છે, ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે, કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય છે અને અર્ધપુષ્કર દ્વીપમાં ૭ર ચંદ્ર, ૭ર સૂર્ય છે. તે સર્વે ય ચંદ્ર-સૂર્ય લાઈનમાં(સમશ્રેણીમાં) હોય છે. અઢી દ્વીપની બહારના ચંદ્ર-સૂર્યાદિ પરિભ્રમણ કરતા નથી, તે સ્થિર છે. અઢીદ્વીપના બહારના ચંદ્ર-સૂર્ય વલયાકારે એક ચંદ્ર અને એક સૂર્ય, એમ વલય શ્રેણીએ સ્થિત છે. જ્યોતિષી દેવોની સૂચિશ્રેણી–વલયશ્રેણી:
માનુષોતર ૫ર્વતા
7 અઢીલીપની બહાર
ચંદ્ર-સૂર્યની વલય શ્રેણિ
ભવાદ
Hલોદધિ સમુદ્ર
કી
*
આ જાતકીખંડ દીપ,
પુષ્ઠરાર્ટ હીપ
-
[f
ચંદ્ર-સૂર્યની સૂચિ શ્રેણિ