Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૩૫૪]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
યુક્ત, નિત્ય પલ્લવિત, હંમેશા ગુલ્પિત, સ્તબકિત, ગુચ્છિત, નિત્ય યમલિત, નિત્ય યુગલિત, નિત્ય વિનમિત(ફળોના ભારથી નમેલા) પ્રણમિત (ફળના ભારથી વિશેષ રૂપે નમેલા), સુવિભક્ત મંજરી રૂ૫ મુગુટને ધારણ કરીને રહે છે. આ રીતે તે વૃક્ષો હંમેશા કુસુમિત, મુકુલિત, પલ્લવિત, સ્તબકિત, ગુલ્મિત, ગુચ્છિત, યમલિત, યુગલિત, વિનમિત, પ્રણમિત બનેલા સુવિભક્ત પિંડવાળી મંજરી રૂપ મુગટને ધારણ કરીને રહે છે. |१६ सुयबरहिण-मयणसलागा-कोइल-कोरंग-भिंगारगकोंडलग-जीवंजीवगणंदिमुह कविलपिंगलक्ख कारंडकचक्कवायकलहंससारसअणेगसउणगणमिहुणविरइय सदुण्णइयमहुरसणाइयसुरम्मासपिडियदरियभमस्महुयरिपहकरापरिलिंतयमाण मत्तछप्पय कुसुमासवलोलमहुरगुमगुमायंतागुंजतदेसभागा अभितस्पुप्फफलगा बाहिरपत्तछण्णा पत्तेहि यपुप्फेहि य ओच्छण्ण पलिच्छण्णाणीरोगा अकंटयासाउफला णिद्धफलाणाणाविहगुच्छ गुम्ममडवगसोहिया विचित्तसुहकेउबहुला। ભાવાર્થ - તે વૃક્ષોની ઉપર પોપટ યુગલો, મયુર યુગલો, મેના યુગલો, સલાગા યુગલો, કોયલ યુગલો, કોરંગ, મૃગાંરક, કોંડલક, જીવંજીવ, નંદીમુખ કપિલ, પિંગલાક્ષ અને કાદંડક(આ પક્ષીઓના નામ વિશેષ છે, તેના યુગલો), ચકવાક યુગલો, કલહંસ યુગલો, સારસ યુગલો, ઇત્યાદિ અનેક પક્ષી યુગલો ઉચ્ચ સ્વરે કિલકિલાટ કરતા રહે છે, તેનાથી તે વૃક્ષોની સુંદરતામાં વધારો થાય છે. મધનો સંગ્રહ કરનારા ઉન્મત ભમરાઓ અને ભમરીઓનો સમુદાય તેના ઉપર ગુંજારવ કરતો રહે છે. અન્ય સ્થાનોથી આવીને રસપાનથી ઉન્મત ભમરાઓ પુષ્પપરાગના પાનમાં મસ્ત બનીને મધુર-મધુર ગુંજારવથી તે વૃક્ષોને ગુંજતા રાખે છે. તે વૃક્ષોના ફૂલો અને ફળો તેની જ ઘટામાં છુપાયેલા રહે છે અને પાંદડા બહારના ભાગમાં રહે છે, આ રીતે તે વૃક્ષો, પત્રો અને પુષ્પોથી આચ્છાદિત-પ્રચ્છાદિત રહે છે. તે વૃક્ષો સર્વ પ્રકારના રોગોથી રહિત અને કાંટાઓથી રહિત છે. તેના ફળ સ્વાદિષ્ટ અને સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. તે વૃક્ષો સમીપવર્તી વિવિધ પ્રકારના ગુચ્છોથી, ગુલ્મોથી, લતા મંડપોથી સુશોભિત રહે છે. તેના પર અનેક પ્રકારની ધજાઓ ફરફરતી રહે છે. | १७ वावी-पुक्खरिणि-दीहियासुय सुणिवेसियरम्मजालघरगा; पिंडिम,णीहारिमंसुगंधि सुहसुरहिमणोहरच महया गधद्धणि मुयता सुहसेकेउबहुला अणेगसगङरहजाण-जुग्ग सीयासदमाणियपडिमोयणासुरम्मा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। ભાવાર્થ:- તે વનમાં યથાસ્થાને વાવડીઓ, ગોળાકાર પુષ્કરિણીઓ અને દીધિકાઓ–લાંબી વાવડીઓમાં અનેક સુંદર જાળગૃહ છે. તે જાળગૃહમાં પિંડીભૂત સુગંધી પદાર્થો અને સુગંધ પ્રસરાવતા સુગંધી પદાર્થો છે તેમાંથી શુભવિશિષ્ટ, મનોહર સુગંધ ફેલાતી રહે છે. તેમાં અનેક સુખકર માર્ગો છે તથા ત્યાં અનેક પ્રકારની ધ્વજાઓ ફરફરતી રહે છે. તે જાલગૃહમાં અનેક ગાડા, રથ, યાન, યુગ્ય (ગોલ્લદેશ પ્રસિદ્ધ જંપાન) શિબિકા અને ચંદમાનિકા વગેરે વાહનો રાખવામાં આવે છે. આ રીતે તે જાલગૃહ સુરમ્ય, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. |१८ तस्स णं वणसंडस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते । से जहाणामए
आलिंगपुक्खरेइ वा मुइंगपुक्खरे इ वा सरतले इवा करतले इवा आयसमंडले इवा चंदमंडलेइवासूरमंडलेइवाउरब्भचम्मेइवा,उसभचम्मेइवा वराहचम्मेइ वासीहचम्मे