Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૯૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર |
| १७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणोदही केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा!वीसंजोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! વીસ હજાર યોજનની છે. |१८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए घणवाए केवइयंबाहल्लेणं पण्णत्ते? गोयमा! असखेज्जाइजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। एवंतणुवाए वि, ओवासंतरेवि। ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનવાતની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનની છે.
આ જ રીતે તનુવાત અને આકાશાંતરની પણ જાડાઈ અસંખ્યાત હજાર યોજનની છે. | १९ सक्करप्पभाए णं भंते ! पुढवीए घणोदही केवइयं बाहल्लेणं पण्णत्ते? गोयमा ! बीसंजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનોદધિની જાડાઈ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! વીસ હજાર યોજનની છે. | २० सक्करप्पभाए गंभंते ! पुढवीए घणवाए केवइयं बाहल्लेणं पण्णते?
गोयमा ! असंखेज्जाइंजोयणसहस्साइंबाहल्लेणं पण्णत्ते । एवं तणुवाए वि, ओवासंतरे वि । जहा सक्करप्पभाएतहेव जावअहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! શર્કરા પ્રભા પૃથ્વીના ઘનવાતની જાડાઈ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્યાત હજાર યોજનની છે. આ જ રીતે તનુવાત અને આકાશની પણ અસંખ્યાત હજાર યોજનની જાડાઈ છે.
બીજી નરક પૃથ્વી શર્કરપ્રભાના ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશના વર્ણન પ્રમાણે જ સાતમી નરક પૃથ્વી સુધીની સર્વ પૃથ્વીઓના ઘનોદધિ વગેરેનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીના આધારભૂત પદાર્થોની જાડાઈનું પ્રતિપાદન છે.
આકાશ સિવાય પ્રત્યેક વસ્તુને કોઈ પણ આધારની આવશ્યકતા રહે જ છે. તદનુસાર રત્નપ્રભા પ્રથમ નરક પૃથ્વી ઘનોદધિ એટલે ઘનીભૂત થયેલા, બરફ જેવા જામેલા પાણીના આધારે સ્થિત છે. આ ઘનીભૂત થયેલું પાણી તથાવિધ જગસ્વભાવે હાલતું-ચાલતું નથી, તેમાં પૃથ્વીઓ કદાપિ ડૂબતી પણ નથી. આ ઘનોદધિ સ્વયં ઘનવાતના આધારે સ્થિત છે. તે ઘનવાત, ઘનીભૂત(ઘટ્ટ-નક્કર) વાયુ રૂપ છે. આ ઘનવાત પણ તનુવાત (પાતળા વાયુ)ના આધારે સ્થિત છે અને તે તનુવાત પણ શુદ્ધ આકાશના આધારે સ્થિત છે. આકાશ સ્વયં પ્રતિષ્ઠિત રહી શકે છે, તેને અન્ય કોઈ પણ આધારની આવશ્યકતા હોતી નથી, કારણ કે આકાશ જ લોકના સર્વ દ્રવ્યોને આધારભૂત થાય છે.