Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૧૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
विसेसाहिया, संखेज्जगुणा? वित्थारेणं किंतुल्ला विसेसहीणा संखेज्जगुणहीणा? ___ गोयमा ! इमाणं रयणप्पभा पुढवी दोच्चं पुढविं पणिहाय बाहल्लेणं णो तुल्ला, विसेसाहिया, णो संखेज्जगुणा, वित्थारेणंणोतुल्ला, विसेसहीणा, णो संखेज्जगुणहीणा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી, બીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે વિશેષાધિક છે કે સંખ્યાતગુણ છે? વિસ્તારની અપેક્ષાએ શું તુલ્ય છે, વિશેષહીન છે કે સંખ્યાતગુણહીન છે?
ઉત્તર- હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં તુલ્ય નથી, વિશેષાધિક છે, સંખ્યાતગુણ નથી. વિસ્તારની અપેક્ષાએ તુલ્ય નથી, વિશેષહીન છે, સંખ્યાતગુણહીન નથી.
६९ दोच्चा णं भंते ! पुढवी तच्चं पुढवि पणिहाय बाहल्लेणं किंतुल्ला? गोयमा ! एवं चेव भाणियव्वं । एवं तच्चा चउत्थी पंचमी छट्ठी।
छट्ठीणं भंते ! पुढवी सत्तमं पुढविं पणिहाय बाहल्लेणं किंतुल्ला, विसेसाहिया, संखेज्जगणा? गोयमा ! एवं चेव भाणियव्वं । सेवं भंते ! सेवं भते! ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! બીજી નરક પૃથ્વી, ત્રીજી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ પ્રમાણે કહેવું જોઈએ. આ જ રીતે ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી નરક પૃથ્વીના વિષયમાં સમજવું જોઈએ.
પ્રશ્ન- ભગવન્! છઠ્ઠી નરક પૃથ્વી, સાતમી નરક પૃથ્વીની અપેક્ષાએ જાડાઈમાં શું તુલ્ય છે વિશેષાધિક છે કે સંખ્યાતગુણ છે ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે કહેવું જોઈએ. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીઓની જાડાઈ અને વિસ્તારનું તુલનાત્મક નિરૂપણ છે. રત્નપ્રભાની જાડાઈ એક લાખ એંસી હજાર યોજનની છે અને બીજી શર્કરા પ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ બત્રીસ હજાર યોજન છે. બંનેની જાડાઈમાં અડતાલીસ હજાર યોજનનો તફાવત હોવાથી તેમાં વિશેષાધિકતા જ ઘટે છે. તુલ્યતા અને સંવેય ગુણતા ઘટિત થતી નથી. આ જ રીતે ત્રીજી પૃથ્વીની અપેક્ષાએ બીજી નરક પૃથ્વી વિશેષાધિકછે તથા ચોથી નરક પૃથ્વીની અપેક્ષાએ ત્રીજી નરક પૃથ્વી વિશેષાધિક છે. આ રીતે સાતમી નરક પૃથ્વીની અપેક્ષાએ છઠ્ઠી નરક પૃથ્વીની જાડાઈ વિશેષાધિક છે. આ સર્વ પૃથ્વીઓની વિશેષાધિકતા તે દરેક પૃથ્વીની જાડાઈના પ્રમાણથી સમજી શકાય છે.
સાતેય નરક પૃથ્વીઓનો વિસ્તાર પણ ક્રમશઃ વિશેષાધિક જ છે. પ્રથમ નરક પૃથ્વી એક રજુ લાંબી-પહોળી છે, તેના ઉપરી ચરમાં તે તેની લંબાઈ- પહોળાઈ એક રજુ છે, ત્યાર પછી તેની લંબાઈ પહોળાઈ ક્રમશઃ વૃદ્ધિ પામે છે, એક લાખ, એસી હજાર યોજન નીચે, નીચેના ચરમાન્ત તેની લંબાઈ પહોળાઈ સાધિક એક રજુ છે.
બીજી નરક પૃથ્વીના ઉપરી ચરમાંતે તેની લંબાઈ-પહોળાઈ બે રન્જ છે. ત્યારપછી તેની લંબાઈપહોળાઈ પણ ક્રમશઃ વૃદ્ધિ પામતા નીચેના ચરમાત્તે તેની લંબાઈ-પહોળાઈ સાધિક બે રજુ છે.
આ રીતે પ્રથમ નરક પૃથ્વી સાધિક એક રજુ અને બીજી નરક પૃથ્વી બે રજુ વિસ્તૃત હોવાથી પ્રથમ નરક પૃથ્વીની અપેક્ષાએ તે સંખ્યાતગુણ હીન નહીં પરંતુ વિશેષહીન જ થાય છે.