Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦ |
શ્રી જીવાજીવાભિગમ સત્ર
અંડજ– ઈંડાથી જન્મ થાય તે અંડજ કહેવાય છે, યથા– ચકલા, કબૂતર, મોર, સર્પ, ઉંદર, મસ્ય વગેરે. પોતજ- ગર્ભમાંથી બહાર આવતા જ જે ચાલવા લાગે છે, તેને પોતજ કહે છે. યથાવાગોળ(એક જાતનું પક્ષી) વગેરે. જરાયુજ- જે ગર્ભજ જીવો ઓર–શરીરની ચારે બાજુ પાતળા પડ સહિત, જન્મ ધારણ કરે તેને જરાયુજ કહે છે. યથા- ગાય, ભેંસ આદિ. જરાયુજ જન્મ સ્થલચરોમાં જ હોય છે, અન્ય તિર્યચોમાં હોતો નથી. સંમર્ણિમ– માતા પિતાના સંયોગવિના ઉત્પન્ન થાય તેને સંમૂર્છાિમ કહે છે, યથા– ખંજરીટ, પક્ષીવિશેષ વગેરે. તિર્યંચ પચેજિયનો યોનિ સંગ્રહ – તિર્યંચ પંચેન્દ્રિય જીવોને સંમૂર્છાિમ જન્મ અથવા ગર્ભજ જન્મ હોય છે. તેમાં ખેચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને જલચર જીવોને ગર્ભજ જન્મમાં અંડજ અને પોતજ, આ બે પ્રકારના જન્મ અને સંમૂર્છાિમ જન્મ આ રીતે કુલ ત્રણ પ્રકારના યોનિ સંગ્રહ હોય છે.
સ્થલચર ગર્ભજ જીવોને જરાયુજ અને સંમૂર્છાિમ, આ બે પ્રકારના યોનિસંગ્રહ છે. સ્થલચર જીવો અંડજ હોતા નથી. સ્થલચર જીવોના યોનિસંગ્રહમાં સૂત્રકારે પોતજનું કથન કર્યું નથી. જરાયુજ અને પોતજ જીવોના ઉત્પત્તિ સ્થાનની સમાનતા હોવાથી તથા સ્થલચરોમાં જરાયુજની બહુલતા હોવાથી સૂત્રકારે જરાયુજનું કથન કર્યું છે, પરંતુ પોતજ તેની અંતર્ગત છે. રૂચ વેડ૬ળવ્યરિવક્તાર્મવ્યુblનાતે સર્વનરાયુના અગરીયુના વી પોતાના રૂતિ-ગર્ભજ જીવોમાં જે અંડજ નથી તે જરાયુજ અથવા અજરાયુજ હોય તે સર્વે ય પોતજ હોય છે.
પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાં જે અંડજ, પોતજ કે જરાયુજ જન્મવાળા જીવો છે, તેના સ્ત્રી, પુરુષ અને નપુંસક એમ ત્રણ-ત્રણ ભેદ છે અને જે સંમૂર્છાિમ છે, તે સર્વે નપુંસકવેદી છે. તિર્યંચ પંચેન્દ્રિયોની રસદ્ધિ:- તેના દ્વારો માટે વ્યાખ્યામાં સંગ્રહણી ગાથા છે
जोणी संगहलेस्सा, दिट्ठी नाणे य जोग उवओगे।
उववाय ठिई समुग्घाय, चयणं जाई कुल विहीउ ॥१॥ પંચેન્દ્રિય તિર્યંચોમાં છ વેશ્યાના પરિણામો સંભવિત છે, તે જીવોને ત્રણ દષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ યોગ, સાકાર અનાકાર બે ઉપયોગ હોય છે.
ઉપપાત- યુગલિક મનુષ્યો અને યુગલિક તિર્યો તેમજ આઠમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન સુધીના દેવોને છોડીને શેષ ચારે ગતિના જીવો તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થઈ શકે છે.
સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ જલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પની ક્રોડપૂર્વ વર્ષની; સ્થલચરની ત્રણ પલ્યોપમની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ છે.
સમુદ્યાત– પ્રથમના પાંચ સમુદ્યાત હોય છે.
ચ્યવન– તિર્યંચ પંચેન્દ્રિયો ચારે ગતિમાં જઈ શકે છે. નરકમાં જાય તો સંમુશ્કેિમ તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જાય છે અને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી અને જલચર જીવો સાત નરક સુધી જઈ શકે છે. દેવલોકમાં જાય તો આઠ દેવલોક સુધી જઈ શકે છે. મનુષ્ય કે તિર્યંચગતિમાં જાય તો ગમે ત્યાં જઈ શકે છે. જાતિકુલકોટિક-નાસિરિતિનિતિર્થાતિસ્તા સુતાનિન, વટાવનિફનિવ कुलानि योनि प्रमुखानि, तथाहि एकस्यामेव योनौ अनेकानि कुलानि भवन्ति, तथाहि- छगणयोनौ