Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૩૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સંઘયણ :- નારકીઓના શરીરમાં હાડકા, માંસ આદિ ન હોવાથી તે અસંઘયણી છે. સંસ્થાનઃ- તથા પ્રકારના અશુભ કર્મોદયે નારકીઓને ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરનું હુંડ સંસ્થાન હોય છે. ઉચ્છવાસ-આહાર - અનિષ્ટ, અશુભ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર પુદ્ગલો તેના શ્વાસોચ્છવાસ અને આહાર રૂપે પરિણત થાય છે. લેશ્યા - સમુચ્ચય રીતે નારકીઓમાં કૃષ્ણ, નીલ, કપોત, આ ત્રણ લેશ્યા હોય છે. પ્રથમ બે નરકના સર્વ નારકીઓને એક કાપોતલેશ્યા હોય છે. ત્રીજી નરકમાં કાપોત અને નીલ બે વેશ્યા હોય છે અર્થાતુ કેટલાક નારકીઓને કાપોત લેશ્યા અને કેટલાક નારકીઓને નીલલેશ્યા હોય છે. તેમાં કાપોલેશ્યાવાળા અધિક અને નીલલેશ્યાવાળા અલ્પ છે.
ચોથી નરકના સર્વ નારકીઓને એક નીલલેશ્યા હોય છે. પાંચમી નરકમાં નીલ અને કૃષ્ણ બે વેશ્યા હોય છે અર્થાતુ કેટલાક નારકીઓને નીલલેશ્યા અને કેટલાક નારકીઓને કૃષ્ણ લેશ્યા હોય છે. તેમાં નીલ લેશ્યાવાળા અધિક અને કૃષ્ણલેશ્યાવાળા અલ્પ હોય છે. છઠ્ઠી નરકના સર્વ નારકીઓને કૃષ્ણલેશ્યા અને સાતમી નરકના સર્વ નારકીઓને પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. દષ્ટિ :- સાતે નરકના નારકીઓમાં ત્રણ દષ્ટિ હોય છે. નારકીઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. દષ્ટિનું પરિવર્તન થતું હોવાથી તેઓને ત્રણે દષ્ટિ સંભવે છે. સાતમી નરકના અપર્યાપ્તા નારકીઓને એક મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાનાશાનઃ-નારકીઓને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે. સમ્યગ્દષ્ટિ નારકીઓને ત્રણ જ્ઞાન અને મિથ્યાદષ્ટિ નારકીઓને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે, શેષ જીવોને ત્રણ અજ્ઞાન હોય છે. યોગ-ઉપયોગઃ- નારકીઓને ત્રણે યોગ અને સાકાર-અનાકાર બંને ઉપયોગ હોય છે. અવવિક્ષેત્ર :- પ્રથમ નરકના નારકી જઘન્ય સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રના રૂપી પદાર્થોને જાણે-દેખે છે. ત્યાર પછીની નરકના નારકીઓના અશુભકર્મો ક્રમશઃ અધિક હોવાથી તેનું અવધિક્ષેત્ર ક્રમશઃ ઘટતું જાય છે, બીજી નરકના નારકી જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ, ત્રીજી નરકના નારકી જઘન્ય અઢી ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, ચોથી નરકના નારકી જઘન્ય બે ગાઉ, ઉત્કૃષ્ટ અઢી ગાઉ, પાંચમી નરકના નારકી જઘન્ય દોઢ ગાઉ, ઉત્કૃષ્ટ બે ગાઉ, છઠ્ઠી નરકના નારકી જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ દોઢ ગાઉ, સાતમી નરકના નારકી જઘન્ય અર્થો ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ ક્ષેત્રને જાણે-દેખે છે.
નારકીઓના આ અવધિજ્ઞાનનું ક્ષેત્ર આત્માંગુલ, પ્રમાણાંગુલ અને ઉત્સધાંગુલ, આ ત્રણ પ્રકારના માપમાંથી કયા માપના આધારે છે? તેનું સ્પષ્ટીકરણ આગમમાં મળતું નથી. નારકીઓના શરીરની અવગાહના ઉત્સધાંગુલના માપથી હોય તે નિશ્ચિત છે. તદનુસાર તેમનું અવધિજ્ઞાન ક્ષેત્ર પણ ઉત્સધાંગુલના માપથી હોય તો પણ ઘટિત થઈ શકે છે. તે સિવાય અન્ય બંને પ્રકારના અંગુલ ઉત્સધાંગુલથી મોટા છે, તેથી તે પણ ઘટિત થઈ શકે છે. આગમમાં તેનું સ્પષ્ટીકરણ ન હોવાથી ભિન્ન-ભિન્ન પરંપરાઓ મળે છે. સઘાત – નારકીઓને પ્રથમ ચાર સમુદ્યાત હોય છે, તેનો આદિ અંતિમ ત્રણ સમુઘાત નથી.