Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-s: નરયિક ઉદ્દેશક-૩
૨૪૯ |
મનુષ્ય અને તિર્યંચો દ્વારા વિકર્વિત રૂપોનું કાલમાન ચાર ભિન્ન મુહૂર્ત અર્થાત્ ચાર અંતર્મુહૂર્ત છે. તે નારકીઓની અપેક્ષાએ ચારગણું છે, અંતર્મુહૂર્તના અનેક પ્રકાર હોવાથી ચાર અંતર્મુહૂર્ત મળીને પણ અંતર્મુહૂર્ત જ થાય છે. ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશક–૯માં મનુષ્ય-તિર્યંચના વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ કાલમાન અંતર્મુહૂર્તનું કહ્યું છે. દેવો દ્વારા વિકર્વિત રૂપોનું કાલમાન પંદર દિવસનું છે. નારકીઓની વિફર્વણા - તે જીવોની વિમુર્વણા અશુભ જ હોય છે. જો કે નૈરયિક મનોજ્ઞ અને મનોહર રૂપોનીવિર્વણા કરવાનો વિચાર કરે છે તો પણ તથવિધતિશયતત્તેષામામૈવવિર્વના મવતિ પ્રતિકૂળ કર્મના ઉદયથી તેની વિમુર્વણા અશુભ જ થાય છે. તેમનું ઉત્તરવૈક્રિય શરીર પણ હુંડસંસ્થાનવાળા હોય છે, કારણ કે તેને જન્મથી જ હુંડસંસ્થાન નામકર્મનો ઉદય હોય છે. નારકીઓની વેદના:- નારકીઓ જન્મથી મૃત્યુ પર્યત અશાતાનું જ વેદન કરે છે. અંશમાત્ર પણ શાતાને અનુભવતા નથી. તે જીવો પૂર્વજન્મમાં દુઃખ ભોગવતાં-ભોગવતાં અશુભ પરિણામમાં જ મૃત્યુ પામ્યા હોય છે. તે દુઃખદાયી પરિણામોની પરંપરા ચાલુ હોવાથી તે જીવો દુઃખ ભોગવે છે. તેમ છતાં કયારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં તે જીવો શાતાનો અનુભવ કરે છે.
૩વવા સાથે કેટલાક નારકીઓ જન્મ સમયે શાતાનુંવેદન કરે છે. જે જીવ પૂર્વભવમાં શસ્ત્ર છેદન આદિ કોઈપણ પ્રકારના ઉપઘાત વિના સહજ રૂપે મૃત્યુને પ્રાપ્ત થયા હોય, તે અત્યંત સંક્ષિપ્ત પરિણામી હોતા નથી. પૂર્વભવની અશુભ ભાવોની પરંપરા ન હોવાથી તે જીવને માનસિક દુઃખ નથી, ઉત્પત્તિના સમયે જ તે જીવને ક્ષેત્રકૃત વેદના, પરમાધામી દેવકૃત કે પરસ્પરોદિરિત વેદના પણ હોતી નથી, ત્યાર પછી ક્ષેત્રકૃત આદિ વેદના હોય છે. આ રીતે તે જીવો થોડી ક્ષણ માટે શાતાનો અનુભવ કરે છે.
તેવમુળા- કોઈ જીવ દેવના પ્રભાવથી થોડા સમય માટે શાતાનું વેદન કરે છે. જેવી રીતે કૃષ્ણ વાસુદેવની વેદનાના ઉપશમ માટે બળદેવ નરકમાં ગયા હતા. આ પ્રમાણે પૂર્વભવનામિત્ર દેવના પ્રભાવથી થોડા સમય માટે નારકીઓને શાતાનો અનુભવ થાય છે. ત્યાર પછી તોનિયમા ક્ષેત્ર સ્વભાવથી થતી અથવા અન્ય-અન્ય વેદનાઓ તેને થાય જ છે.
સાંવનિમિત્ત- ક્યારેક કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં પરિણામની વિશુદ્ધિથી કોઈનૈરયિક સમ્યગુ દર્શનની પ્રાપ્તિ કરે છે. ત્યારે ઘોર અશાતાના ઉદયમાં પણ શાંત અને સ્વસ્થ રહીને તે વેદનાને શાતા રૂપે વેદે છે. ક્યારેક કોઈ સમ્યકત્વી નારકી તીર્થકરોના ગુણોની અનુમોદના, ભક્તિભાવના વગેરે શુભ વિચારધારામાં તલ્લીન બની જાય ત્યારે પણ ક્ષેત્રજન્ય વેદના હોવા છતાં તેનું શાતા રૂપે વેદન કરે છે.
માજુમાવેજ–તથાવિધ શાતાવેદનીય કર્મના ઉદય સમયે નારકીઓ ક્ષણ માત્ર શાતાનો અનુભવ કરે છે. આ રીતે નરક ગતિના જીવો પૂર્વકૃત કર્મોને ભોગવે છે. જીવ દ્વારા છોડેલા શરીર - નારકીઓનું આયુષ્ય પૂર્ણ થતાં તેના દ્વારા છોડેલા શરીરો હજારો ખંડમાં છિન્ન-ભિન્ન થઈને વિખરાઈ જાય છે. તે જ રીતે જીવો દ્વારા છોડેલા તૈજસ શરીર, કાર્મણ શરીર અને આહારક શરીરમાં પણ સમજી લેવું જોઈએ. ઔદારિક શરીરમાં સૂક્ષ્મ નામકર્મના ઉદયે પ્રાપ્ત થયેલા સૂક્ષ્મ શરીર અને લબ્ધિ અપર્યાપ્ત જીવોના અપર્યાપ્તાવસ્થાના(સૂક્ષ્મ) ઔદારિક શરીરને પણ જીવ છોડે ત્યારે તે છોડેલું શરીર હજારો ખંડમાં છિન્ન-ભિન્ન થઈને વિખેરાઈ જાય છે.
II નૈરયિક ઉદ્દેશક - ૩ સંપૂર્ણ