Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છીપાવે છે, ક્ષુધાને શાંત કરે છે, તાપથી ઉત્પન્ન જ્વરનો નાશ કરે છે, પરિદાહ આદિને પણ ઉપશાંત કરે છે. આ રીતે ઠંડકનો અનુભવ થતાં તે નિદ્રાધીન બને છે, અર્ધ મીંચેલી આંખોથી ઊભા-ઊભા નિદ્રાધીન થવારૂપ પ્રચલા યુક્ત બને છે, ક્ષણ માત્રની સ્વસ્થતાની અનુભૂતિથી તે પોતાની સ્મરણશક્તિને, આનંદને અને ચિત્તની સ્વસ્થતા રૂપ ધૈર્યને પુનઃ પ્રાપ્ત કરે છે. આ રીતે શીતલીભૂત થયેલો તે ગજરાજ સરોવરમાંથી બહાર નીકળી સુખ શાતાનો અનુભવ કરતો સ્વેચ્છાથી વિચરણ કરે છે.
૨૩૬
તે જ રીતે હે ગૌતમ ! અસત્કલ્પનાથી ઉષ્ણવેદના યુક્ત નરકમાંથી નીકળીને કોઈ નૈરિયક આ મનુષ્યલોકના અત્યંત ઉષ્ણ સ્થાનો છે, યથા– ગોળ બનાવવાની ભટ્ટી, મદ્ય બનાવવાની ભઠ્ઠી, બકરાની લીંડીઓની ભટ્ટી, લોખંડ, તાંબુ, કથીર, સીસું, રૂપું, સોનું, ચાંદી વગેરે ધાતુઓ ગાળવાની ભઠ્ઠી, કુંભારના નિંભાડાની અગ્નિ, મુસ-ધાતુ ગાળવા માટેની અગ્નિ, ઈંટ પકાવાના ભટ્ટાની અગ્નિ, નળિયાને પકાવતાં ભટ્ટાની અગ્નિ, લોખંડ ગાળવા માટે લુહારના ભટ્ટાની અગ્નિ, શેરડીમાંથીગોળ બનાવવાના ચૂલાની અગ્નિ, ભઠ્ઠીની અગ્નિ, તલની અગ્નિ, તુષની અગ્નિ, ઇત્યાદિ અગ્નિના સ્થાનોમાં અત્યંત તપ્ત, સાક્ષાત અગ્નિભૂત, કેસુડાના ફૂલ જેવી લાલ, હજારો ઉલ્કા-તણખાઓ, હજારો જવાળાઓથી જાજ્વલ્યમાન, હજારો અંગારાઓને નિર્મિત કરતી અંદરને અંદર તડતડ અવાજ કરતી કરતી ભડભડ બળીરહેલી તેવી અગ્નિને જુએ છે.
તે અગ્નિ અને અગ્નિના સ્થાનોને જોઈને તે નૈરયિક તેમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને પોતાની
નરકજન્ય ઉષ્ણ વેદનાને દૂર કરે છે, તૃષા અને ક્ષુધાને શાંત કરે છે, પરિતાપ રૂપ જવરને અને દાહને પણ ઉપશાંત કરે છે. શરીરમાં ઠંડકનો અનુભવ થતાં જ નિદ્રાધીન બને છે, જેમાં ઊભા-ઊભા નિદ્રાધીન થાય તેવી પ્રચલાથી યુક્ત બને છે, આ રીતે ક્ષણમાત્રની સ્વસ્થતાની અનુભૂતિથી તે પોતાની સ્મૃતિને, આનંદને, ચિત્તની સ્વસ્થતા રૂપ ધૈર્યને પુનઃ પ્રાપ્ત કરે છે. આ રીતે શીતલ-શીતલીભૂત થઈને નૈરયિક ત્યાંથી બહાર નીકળીને સુખશાતાનો અનુભવ કરતો સ્વેચ્છાથી વિચરણ કરે છે. નૈરયિકો શું આવા પ્રકારની ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે ? હે ગૌતમ ! તેમ નથી ઉષ્ણવેદના યુક્ત નરકમાં નૈરયિકો આનાથી પણ અનિષ્ટતર ઉષ્ણવેદનાનો અનુભવ કરે છે.
४५ सीयवेयणिज्जेसु णं भंते ! णरएसु णेरइया केरिसियं सीयवेयणं पच्चणुब्भवमाणा विहरति ?
गोयमा ! से जहाणामए कम्मारदारए सिया तरुणे जुगवं बलवं जाव सिप्पोवगए एगं महं अयपिंड दगवारसमाणं गहाय ताविय कोट्टिय- कोट्टिय जहण्णेणं एगाहं वा दुयाहं वा तियाहं वा उक्कोसेणं मासं साहणेज्जा, से णं तं उसिणं उसिणभूयं अयोमएणं संडास एणं गहाय असब्भावपटुवणाए सीयवेयणिज्जेसु णरएसु पक्खिवेज्जा, तउम्मिसियणिमिसियंतरेण पुणरवि पच्चद्धरिस्सामि त्ति कट्टु पविरायमेव पासेज्जा, तं चेव णं जाव णो चेव णं सचाएज्जा पुणरवि पच्चुद्धरित्ताए ।
से णं से जहाणामए मत्तमायंगे तहेव जाव सोक्खबहुले यावि विहरेज्जा । एवामेव गोयमा ! असब्भावपट्टवणाए सीयवेयणेहिंतो णरएहिंतो णेरइए उव्वट्टिए समाणे जाइइमाइइह माणुस्सलोए हवंति, तं जहा - हिमाणि वा हिमपुंजाणि वा हिमपडलाणि वा हिमकूड़ाणिवा जावतुसाराणि वा, तुसारपुंजाणि वा, तुसार पडलाणि वा, तुसार कूडाणि वा ताइं पास, पासित्ता ताई ओगाहइ, ओगाहित्ता से णं तत्थ सीयंपि पविणेज्ज तहपि पविणेज्जा खुहंपि