Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૨૫ ]
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓનું અંતર કેટલું છે?
ઉત્તર– હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ જ રીતે અંતરદ્વીપોની સ્ત્રીઓ સુધીનું અંતર કહેવું જોઈએ. ५२ देवित्थियाणं सव्वासिं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ – સર્વ દેવસ્ત્રીઓનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીપણાની પ્રાપ્તિનું અંતર સ્પષ્ટ કર્યું છે.
અંતર એટલે કાલનું વ્યવધાન. સ્ત્રી સ્ત્રી પર્યાયનો પરિત્યાગ કરીને ફરીથી જેટલા સમય પછી સ્ત્રી પર્યાયને પ્રાપ્ત કરે છે, તે વ્યવધાન કાળને સ્ત્રીનું અંતર કહે છે.
સામાન્ય રીતે સ્ત્રીપણાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ અર્થાત્ વનસ્પતિકાળ છે, જેમ કે– કોઈ સ્ત્રી મરીને અર્થાત્ સ્ત્રી પર્યાયને છોડીને પુરુષ અથવા નપુંસક પર્યાયને પ્રાપ્ત કરીને ત્યાં અંતર્મુહૂર્ત સુધી રહે, ત્યાંથી મરીને ફરીથી સ્ત્રીરૂપે ઉત્પન્ન થાય, તો તેનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત થાય છે. તે જ રીતે કોઈ સ્ત્રી સ્ત્રી પર્યાયને છોડી સંસારમાં પરિભ્રમણ કરતાં વનસ્પતિ આદિમાં જઈને અનંતકાલ પસાર કરે, વનસ્પતિમાં એક નપુંસક પર્યાય જ હોય છે, ત્યાં સ્ત્રીપર્યાય નથી; ત્યાર પછી તે જીવ સ્ત્રીપર્યાયને પ્રાપ્ત કરે છે, તો તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાલ-વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. તે વનસ્પતિકાલ ક્ષેત્રથી અનંત લોકાકાશના પ્રદેશ પ્રમાણ, કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અથવા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય તુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. તિર્યંચ સ્ત્રીઓનું અંતર – ઔધિક અને જલચર આદિ સર્વ તિર્યંચ સ્ત્રીઓનું અંતર પૂર્વવત્ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. મનુષ્ય સ્ત્રીઓનું અંતર :- ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ–વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ–અર્ધપુલ પરાવર્તનકાલ છે. જેમ કે કોઈ સ્ત્રી ચારિત્રના ભાવથી પતિત થઈ, એક સમયમાં જ પુનઃ ચારિત્રના ભાવમાં સ્થિર થઈ જાય તો જઘન્ય એક સમયનું અંતર થાય છે. કોઈ મનુષ્ય સ્ત્રી ચારિત્રના પરિણામથી પતિત થઈને નિગોદમાં જઈને ત્યાં અનંતકાલ વ્યતીત કરે અને ત્યાર પછી પુનઃ મનુષ્ય સ્ત્રીપણાને પ્રાપ્ત કરીને ચારિત્રનો સ્વીકાર કરે, તો ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનરૂપ અનંતકાલનું અંતર થાય છે.
આ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ છે. સમ્યગદર્શનથી પતિત થયેલો જીવ પણ અર્ધ પુલ પરાવર્તનકાલમાં પુનઃ સમ્યગ્ગદર્શનને અવશ્ય પ્રાપ્ત કરે છે. તે જ રીતે ચારિત્રના પરિણામથી પતિત થયેલો જીવ પણ અર્ધપુદ્ગલ પરાવર્તનકાલમાં પુનઃ ચારિત્રને અવશ્ય પ્રાપ્ત કરે છે. તેથી તેનું ઉત્કૃષ્ટ અંતર અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ છે. કર્મભૂમિની સ્ત્રીઓને અંતર– ઔધિક મનુષ્ય સ્ત્રીના અંતરની સમાન છે. તે જ રીતે ભરત, ઐરવત અને મહાવિદેહક્ષેત્રની સ્ત્રીઓનું અંતર પણ ઔધિક મનુષ્ય સ્ત્રીની સમાન ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય