Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્સર્પિણી અનંત અવસર્પિણી કાલ અથવા અસંખ્ય પુલ પરાવર્તન કાલ વ્યતીત થાય છે. તેપુનિ થિ માવત્તિયાણ અવેમ્બરૂમાડો.આ સૂત્ર પાઠમાં અસંખ્ય પુદ્ગલપરાવર્તનમાં અસંખ્યાતની રાશિને સમજાવવા આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયનું પરિમાણ કહ્યું છે. એક આવલિકામાં અસંખ્યાત સમય છે અને તેના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાત સમય હોય છે. તે જેટલા અસંખ્યાત સમય હોય તેટલા પુદ્ગલ પરાવર્તનકાલ સ્થાવર જીવો સ્થાવરરૂપે રહી શકે છે. સ્થાવરોમાં પણ વનસ્પતિની કાયસ્થિતિ અનંત કાલની છે. વનસ્પતિની આ અનંત કાલની કાયસ્થિતિ વ્યવહાર રાશિની અપેક્ષાએ છે, કારણ કે અવ્યવહાર રાશિના જીવોની કાયસ્થિતિ તો અનાદિ કાલની છે. તેની કાયસ્થિતિ કોઈપણ માપથી નિશ્ચિત થતી નથી. ૩વત્ત - ષોડપ વ વનસ્પતિસ્થિતિ નિઃસાવ્યવહારિ जीवानधिकृत्यप्रेच्यते,असाव्यवहारिकजीवानातुकायस्थितिरनादिरवसेया।तथाचोक्तविशेषणवत्याम्
अत्थि अनंता जीवा, जेहि न पत्तोतसाइ परिणामो।
ते वि अनंतानंता, निगोयवासं अणुवसति ॥ અર્થ- વનસ્પતિકાયની કાયસ્થિતિનો કાલ વ્યવહાર રાશિના જીવોની અપેક્ષાએ છે. અવ્યવહાર રાશિના જીવોની કાયસ્થિતિ અનાદિ કાલની છે.
અવ્યવહાર રાશિના અનંતાનંત જીવો તો અનાદિકાલથી નિગોદરૂપે તે જ સ્થાનમાં છે. તે જીવોએ કદાપિ ત્રસપર્યાયને પ્રાપ્ત કરી નથી, તેથી તેની કાયસ્થિતિ રૂપ કાલગણના થતી નથી. ત્રસ જીવોની કાયસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ છે. આ અસંખ્યાત કાળને કાલની અપેક્ષા અને ક્ષેત્રની અપેક્ષાએ સ્પષ્ટ કરવામાં આવે છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોકમાં જેટલા આકાશ પ્રદેશ હોય, તેમાંથી એક એક આકાશ પ્રદેશને પ્રતિ સમયે કાઢવામાં આવે, ત્યારે તેમાં જેટલો સમય વ્યતીત થાય તેટલા સમય સુધી ત્રસજીવ ત્રસ રૂપે રહી શકે છે. આ કાયસ્થિતિ ગતિ=સ તેજસકાય અને વાયુકાયની મુખ્યતાએ છે. કારણ કે પ્રસ્તુત પ્રકરણમાં તે બંનેને ત્રસ રૂપે સ્વીકાર્યા છે, તેથી સૂત્રોક્ત ત્રસની કાયસ્થિતિ ઘટિત થાય છે. લબ્ધિ ત્રસની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ શાસ્ત્રમાં સાધિક બે હજાર સાગરોપમની કહી છે. અંતર - સ્થાવર જીવ, સ્થાવર પર્યાયને છોડીને પુનઃ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે, તેની વચ્ચેના કાલને અંતર કહે છે. સ્થાવરનું અંતર–ત્રસકાયની જે કાયસ્થિતિ છે તે જ સ્થાવરનું અંતર છે. તે કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ છે. આ કથન પણ તેજસ્કાય અને વાયુકાયરૂપ ગતિ ત્રસની અપેક્ષાએ છે. ત્રસનું અંતર– સ્થાવરની કાયસ્થિતિ તે ત્રસનું અંતર છે. તે ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. અર્થાત્ ત્રસ જીવ ત્રસ પર્યાયને છોડીને પૃથ્વી આદિ સ્થાવરમાં જન્મ-મરણ કરતાં નિગોદમાં જાય, ત્યાં અનંત કાલ રહે, તો ઉત્કૃષ્ટ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ કાલ વ્યતીત થયા પછી પુનઃ ત્રસપણાને પ્રાપ્ત કરે છે.
આ રીતે અંતર વનસ્પતિકાયમાં જવાની અપેક્ષાએ સંભવિત છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડાત્રસ છે, કારણ કે તે જીવો અસંખ્યાત જ છે. તેનાથી સ્થાવર જીવો અનંતગુણા છે કારણ કે તે અનંતાનંત છે.