Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૯૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અને શિખરી બને પર્વતોની ચારે વિદિશાઓમાં દાઢાઓ છે અને તે દાઢાઓ પર અંતર્લીપ છે. શાસ્ત્ર શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ બંને પર્વતોની લંબાઈ વગેરેનું પરિપૂર્ણ વર્ણન છે, તેમાં દાઢાઓ કહી નથી. પ્રસ્તુત જીવાભિગમ સૂત્રમાં પણ કહ્યું છે કે તે બંને પર્વતોના ચરમાંતથી ચારે યવિદિશાઓમાં ત્રણસો-ત્રણસો યોજન લવણ સમુદ્રમાં જઈએ ત્યારે એક-એક અંતર્લીપ આવે છે. આ કથનથી તેમ સમજાય છે કે લવણસમુદ્રમાં ચારે વિદિશાઓમાં સાત-સાત દ્વીપો જળમાં છે. તે ક્રમશઃ દાઢના આકારે ગોઠવાયેલા છે.
આ રીતે ૧૫ કર્મભૂમિના ક્ષેત્રો અને ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતરદ્વીપ, તેમ ૮૬ યુગલિક ક્ષેત્રો = ૧૦૧ મનુષ્યક્ષેત્ર છે. ગર્ભજ મનુષ્યોના, ક્ષેત્રની અપેક્ષાએ ૧૦૧ ભેદ થાય છે. તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્તા રૂપ બે-બે ભેદ થાય છે, તેથી ૧૦૧ ૪ ૨ = ૨૦૨ ભેદ ગર્ભજ મનુષ્યોના થાય છે. ૨૦૨ ગર્ભજ મનુષ્યો + ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યો = ૩૦૩ ભેદ મનુષ્યોના છે.
મનુષ્ય સંસાર સમાપન્ન જીવોના ૩૦૩ ભેદ
સંમૂર્ણિમ – ૧૦૧
ગર્ભજ – ૨૦૨
કર્મભૂમિ-૧૫ પાંચ ભરત ક્ષેત્ર પાંચ ઐરાવત ક્ષેત્ર પાંચ મહાવિદેહ ક્ષેત્ર
અકર્મભૂમિજ-૩૦ પાંચ હેમવય ક્ષેત્ર પાંચ હરણ્યવય ક્ષેત્ર પાંચ હરિવાસ ક્ષેત્ર પાંચ રમ્યફવાસ ક્ષેત્ર
પાંચ દેવકુરુક્ષેત્ર પાંચ ઉત્તરકુરુક્ષેત્ર (યુગલિક ક્ષેત્ર)
અંતરીપજ–પ ૨૮–દક્ષિણદિશામાં ચૂલ્લ હિમવંત
પર્વતની ચારે વિદિશામાં ૩૪ ૪ = ૨૮
૨૮–ઉત્તરદિશામાં શિખરી પર્વતની ચારે વિદિશામાં
૭ ૪૪ = ૨૮ ૨૮+ ૨૮ = પદ (યુગલિક ક્ષેત્ર)
30
૧૫ કર્મભૂમિજ (અપર્યાપ્ત)
અકર્મભૂમિજ (અપર્યાપ્ત)
પs અંતરદ્વીપજ (અપર્યાપ્ત).
પર્યાપ્ત
અપર્યાપ્ત
ગર્ભજ મનુષ્યોના ૨૩ દ્વાર:(૧) શરીરઃ- ગર્ભજ મનુષ્યોમાં પાંચ શરીર છે– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. (૨) અવગાહના :- તેની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના