Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૧
| ૨૩ ]
गोयमा !दव्वओअणंतपएसियाइंदव्वाइं,खेतओ असंखेज्जपएसोगाढाई,कालओ अण्णय-समयट्ठिइयाई, भावओवण्णमंताई, गंधमंताई, रसमंताई, फासमंताई। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! તે જીવો કેવો આહાર કરે છે અર્થાત્ કેવા આહારના પુલોને ગ્રહણ કરે છે?
ઉત્તર-હે ગૌતમ!તેદ્રવ્યથી અનંતપ્રદેશી પુલોનો આહાર કરે છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોનો આહાર કરે છે. કાળથી કોઈપણ સમયની સ્થિતિવાળા પુદ્ગલોનો આહાર કરે છે. ભાવથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલોનો આહાર કરે છે. |३४ जाइभते ! भावओवण्णमंताईआहारैतिताई किं एगवण्णाईआहारेति, दुवण्णाई आहारैति, तिवण्णाई आहारैति, चउवण्णाइं आहारैति, पंचवण्णाई आहारैति?
. गोयमा !ठाणमग्गणं पडुच्च एगवण्णाइंपिदुवण्णाइंपितिवण्णाईपिचउवण्णाई पिपंचवण्णाइंपिआहारैति । विहाणमग्गणंपडुच्च कालाइंपि आहारैति जावसुक्किलाई पि आहारैति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જો ભાવથી વર્ણવાળા પુલોનો આહાર કરે છે, તો તે શું એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ, ચાર વર્ણ કે પાંચ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સ્થાનમાર્ગણાની અપેક્ષાએ એટલે કે સામાન્યરૂપે એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ, ચાર વર્ણ અને પાંચ વર્ણવાળા પુદગલોનો આહાર કરે છે. વિધાન માર્ગણા–ભેદ માર્ગણાની અપેક્ષાએ એટલે કે વિશેષ રૂપે કાળા પુલોનો પણ આહાર કરે છે યાવત્ સફેદ પુલોનો પણ આહાર કરે છે. | ३५ जाई भंते ! वण्णओ कालाई आहारैति, ताइं किं एगगुणकालाई आहारैति जाव
अणतगुणकालाइआहारैति?गोयमा !एगगुणकालाइपिआहारति जाव अणतगुणकालाई पिआहारैति एवं जावसुक्किलाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્!વર્ણથી જો કાળા પુદ્ગલોનો આહાર કરે છે તે શું એકગુણ કાળા યાવત્ અનંતગુણ કાળા પુગલોનો આહાર કરે છે? ઉત્તર-હે ગૌતમ!એકગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે
યાઅનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ પ્રમાણે યાવતું સફેદ વર્ણ સુધી જાણવું જોઈએ. | ३६ जाइं भंते ! भावओगंधमंताई आहारैति, ताई कि एगगंधाई आहारैति दुगंधाई
आहारैति? गोयमा ! ठाणमग्गणं पडुच्च एगगंधाइपि आहारैति, दुगंधाइंपि आहारैति। विहाणमग्गणं पडुच्च सुब्भिगंधाई पि आहारेति, दुब्भिगंधाई पि आहारेति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભાવથી જો ગંધવાળા પુલોનો આહાર કરે છે, તો તે શું એક ગંધવાળા કે બે ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સ્થાન માર્ગણાની અપેક્ષાએ એક ગંધવાળા પુદ્ગલોનો આહાર કરે છે અને બે ગંધવાળા પુગલોનો પણ આહાર કરે છે. વિધાન માર્ગણા–ભેદ માર્ગણાની અપેક્ષાએ સુરભિ ગંધવાળા અને દુરભિ ગંધવાળા, બંને પ્રકારના પગલોનો આહાર કરે છે.