Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૩૦ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
શરીર કહેવાય છે. તે બે પ્રકારનું છે– ૧. અનિસરણાત્મક સ્કૂલ શરીરની સાથે રહીને જે આહારના પાચનનું કાર્ય કરે, તે અનિઃસરણાત્મક તૈજસ શરીર કહેવાય છે. તે દારિક, વૈક્રિય, આહારક શરીરમાં તેજ, પ્રભા, કાંતિનું નિમિત્ત બને છે. અનિઃસરણાત્મક તૈજસ શરીર સર્વ સંસારી જીવોને અવશ્ય હોય છે. ૨. નિસરણાત્મક તેજોલબ્ધિના પ્રયોગથી થતું તૈજસ શરીર નિઃસરણાત્મક છે. તેજસ લબ્ધિના પ્રયોગથી તે
સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી અનુગ્રહ–ઉપઘાતના કાર્યો કરે છે. તેમાં જે શુભ છે, તે સુભિક્ષ, શાંતિ, અનુગ્રહ વગેરેનું કારણ બને છે અને અશુભ છે, તે દુર્ભિક્ષ અશાંતિ, શાપ વગેરેમાં કારણ બને છે. આ શરીર લબ્ધિ પ્રત્યયિક છે, તે તેજલબ્ધિવાન તિર્યચ, મનુષ્ય અને દેવોને હોય છે.
(૫) કામણ શરીર– આઠ પ્રકારના કર્મ સમુદાયથી જે નિષ્પન્ન થાય છે તથા ઔદારિક વગેરે શરીરનું જ કારણ છે, તે કાર્મણ શરીર કહેવાય છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે.
તૈજસ અને કાર્મણ શરીરના પગલો આહારક શરીરથી સુક્ષ્મ અને અનંતગુણ અધિક હોય છે. તે બંને શરીર સુક્ષ્મ હોવાથી પ્રતિઘાત રહિત છે. સર્વ સંસારી જીવોને હોય છે. સર્વ જીવો જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે સ્કૂલ શરીરને છોડીને જાય છે, પરંતુ તૈજસ અને કાર્યણરૂપ સૂક્ષ્મ શરીરને સાથે લઈને જાય છે. ત્યાર પછી તે જીવ જ્યાં જન્મ ધારણ કરે છે ત્યાં તે ભવ અનુસાર ઔદારિક કે વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઔદારિક અથવા વૈક્રિય શરીર બનાવે છે. મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જન્મથી ઔદારિક શરીર હોય છે અને દેવ અને નરકગતિના જીવોને જન્મથી વૈક્રિય શરીર હોય છે.
આ રીતે કોઈ પણ ગતિના જીવને ત્રણ શરીર અવશ્ય હોય છે. ઔદારિક, તૈજસ, કાર્મણ અથવા વૈક્રિય, તૈજસ અને કાર્મણ. મનુષ્ય કે તિર્યચોમાં જેને વૈક્રિયલબ્ધિ પ્રગટ થઈ હોય તેને ચાર શરીર હોય અને જે મનુષ્યને વૈક્રિય અને આહારક બંને લબ્ધિ પ્રગટ થઈ હોય તેને પાંચ શરીર હોય શકે છે. નારકી કે દેવોને અન્ય લબ્ધિઓ પ્રગટ થતી નથી, તેથી તેને ત્રણ જ શરીર હોય છે. (૨) અવગાહના દ્વારઃ- જીવ જે શરીરમાં સ્થિત થાય છે, તે શરીરની ઊંચાઈને તથા હાથ-પગને ફેલાવતાં અવગાહિત ક્ષેત્ર પરિમાણને અવગાહના કહે છે અર્થાતુ પગ ઊંચા કરવાથી કે હાથ લંબાવવાથી જેટલી ઊંચાઈ વધે તેની ગણના પણ અવગાહનામાં કરવામાં આવે છે. તે અવગાહના બે પ્રકારની છે–(૧) ભવધારણીય અવગાહના અને (૨) ઉત્તરવૈક્રિય અવગાહના.
ભવધારણીય અવગાહના કોઈ પણ જીવને જન્મથી જે શરીર મળે છે, તેની અવગાહનાને ભવધારણીય અવગાહના કહે છે. ઉત્તરવૈકિય અવગાહના- વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરીને જે શરીરની વિદુર્વણા કરે, તે શરીરની અવગાહનાને ઉત્તર વૈક્રિય અવગાહના કહે છે. છ સંઘયણઃ(૩) સહનન ધાર:- હાડકાઓની રચના વિશેષને સંહનન-સંઘયણ કહે છે, તેના છ પ્રકાર છે(૧) વજઋષભ નારા સંઘયણ (૨) ઋષભ નારા સંઘયણ
. (૩)નારાચ સંઘયણ
(૪)અર્ધ નારાચ સંઘયણ
(૫)કાલિકા સંઘયણ
(૬) છેવટુ સંઘયણ