Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
સ્થિતિદ્વારમાં અંતર છે. તેની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક યોજન છે અને સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૫૩,૦૦૦(ત્રેપન હજાર) વર્ષની છે. ભુજપરિસર્પ:- મુનાભ્યાં પરિસર્પનીતિ મુનપશિર્વઃ । ભુજાના બળથી ચાલે તેને ભુજપરિસર્પ કહે છે. યથા– ગોહ(ઘુંસ) નોળિયો, કાંકીડો, ગરોળી, ઉંદર, ખીસકોલી, આદિ.
७८
હૃદયર:– ખેચર ખે = આકાશમાં વિચરનારા, પક્ષીઓની જાતને ખેચર પંચેંદ્રિય તિર્યંચયોનિક કહે છે. તેના ચાર ભેદ છે– (૧) ચર્મપક્ષી– જેની પાંખ ચામડાની હોય તેને ચર્મપક્ષી કહે છે, જેમ કેચામાચીડિયા, ભારેંડપક્ષી, સમુદ્રી વાયસ આદિ. (૨) રોમપક્ષી– સુંવાળા પીંછાની પાંખવાળા પક્ષી. જેમકે— ચક્રવાલ, હંસ, રાજહંસ, મોર, કોયલ, મેના, પોપટ, કબૂતર આદિ. (૩) સમુદ્ગપક્ષી– ઊડતી વખતે જેની પાંખ ડબ્બા-પેટીની જેમ બંધ રહે તેવા પક્ષી. તે અઢીદ્વીપની બહાર હોય છે. (૪) વિતતપક્ષી– જેની પાંખ પહોળી અને ખુલ્લી જ રહે તેવા પક્ષી. આ પક્ષી પણ અઢીદ્વીપની બહાર જ હોય છે.
સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયના ૨૩ દ્વારનું કથન ત્રણ વિકલેન્દ્રિય પ્રમાણે જાણવું પરંતુ તેની અવગાહના, સ્થિતિ, ચ્યવન અને ગતિ દ્વારમાં વિશેષતા છે.
અવગાહના :– સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના પાંચેની ભિન્ન-ભિન્ન છે.
સંમૂર્ચ્છિમ જલચરની અવગાહના ૧૦૦૦ યોજન, સ્થલચર ચતુષ્પદની અનેક ગાઉ, ઉરપરિસર્પની અનેક યોજન, ભુજપરિસર્પની અને ખેચરની અનેક ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. સ્થિતિ :– પાંચે પ્રકારના સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે, ઉત્કૃષ્ટ સ્થિતિ ભિન્ન-ભિન્ન છે, જેમ કે—જલચરની ક્રોડપૂર્વવર્ષ, સ્થલચર ચતુષ્પદની ૮૪૦૦૦ વર્ષ, ઉરપરિસર્પની ૫૩૦૦૦ વર્ષ, ભુજપરિસર્પની ૪૨૦૦૦ વર્ષ અને ખેચરની ૭૨૦૦૦ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
ઉપપાત ઃ– મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો આવીને સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. તેમાં યુગલિક મનુષ્યો કે યુગલિક તિર્યંચો ઉત્પન્ન થતા નથી કારણ કે તેઓ અવશ્ય દેવ ગતિને પામે છે. દેવ કે નરક ગતિના જીવો સંમૂર્છિમ—અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. નારકી મરીને અવશ્ય સંજ્ઞીપણે જ ઉત્પન્ન થાય છે, સંમૂર્ચ્છિમરૂપે ઉત્પન્ન થતાં નથી. દેવો પૃથ્વી, પાણી કે વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ વિકલેન્દ્રિય કે સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થતા નથી. આ રીતે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્યો અને સંમૂર્ચ્છિમ મનુષ્યો તેમજ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તેમ કુલ દસ દંડકના જીવો આવીને ઉત્પન્ન થાય છે.
ચ્યવન–સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય મરીને ચારે ગતિમાં જાય છે. નરકમાં ઉત્પન્ન થાય તો રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં જ જાય છે. અસંજ્ઞી જીવો મનના અભાવે અત્યંત તીવ્રતમ કર્મોનો બંધ કરી શકતા નથી, તેથી બીજી આદિ આગળની નરકમાં ઉત્પન્ન થતા નથી.
તિર્યંચ ગતિમાં જાય તો પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ગર્ભજ સ્થલચર-ચતુષ્પદ તથા ખેચર યુગલિક રૂપે ઉત્પન્ન થાય છે, કારણ કે ચતુષ્પદ અને ખેચરમાં જ અસંખ્યાત વર્ષની સ્થિતિ છે. ઉરપરિસર્પ આદિની સ્થિતિ ક્રોડપૂર્વ વર્ષની જ હોય છે.