Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૧ )
૫૩ |
અલગ હોવા છતાં તલપાપડી એક છે, તે જ રીતે પ્રત્યેક શરીરી જીવ પોત-પોતાની અવગાહનામાં સ્થિત રહીને પણ સંખ્યાત અસંખ્યાત જીવો એક શરીરાકારે પ્રતીત થાય છે. સાધારણ વનસ્પતિ– સાધારણ નામ કર્મના ઉદયે જે જીવોને સાધારણ શરીર પ્રાપ્ત થાય તેને સાધારણ વનસ્પતિ કહે છે. તે અનંતાનંત જીવો એક જ શરીરમાં રહે છે, એક સાથે એક શરીર દ્વારા આહાર ગ્રહણ કરે અને એક શરીર દ્વારા એક સાથે શ્વાસોશ્વાસ લે છે. તે અનંતાનંત જીવોની શરીરજન્ય પ્રત્યેક ક્રિયા એક સાથે જ થાય છે. આ સાધારણ જીવોના સાધારણપણાનું લક્ષણ છે.
જેમ અગ્નિમાં તપ્ત થયેલો લોઢાનો ગોળો સંપૂર્ણ રીતે લાલ, અગ્નિમય થઈ જાય છે, તેમજ નિગોદરૂપ એક શરીરમાં અનંત જીવોનું પરિણમન થાય છે. અનંત જીવોના એક-બે-ત્રણ કે સંખ્યાત શરીર દષ્ટિગોચર થતા નથી. અનંત જીવોના અસંખ્ય શરીર જ દષ્ટિ ગોચર થઈ શકે છે. નિગોદના જીવોને છકાયના થોકડામાં આ પ્રમાણે સમજાવવામાં આવે છે– એક સોયની અણી જેટલા ક્ષેત્રમાં અસંખ્ય પ્રતર હોય છે. એક-એક પ્રતરમાં અસંખ્ય-અસંખ્ય શ્રેણીઓ હોય છે. એક-એક શ્રેણીમાં અસંખ્ય-અસંખ્ય ગોલક હોય છે. તે એક ગોલકમાં અસંખ્ય-અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંત નિગોદ જીવ હોય છે. તેથી તે એક શરીરને નિગોદ(શરીર) કહેવામાં આવે છે. તે એક શરીરમાં અનંત જીવો હોવાથી તેને અનંતકાય પણ કહેવાય છે. સાધારણ શરીરી અને પ્રત્યેક શરીરી વનસ્પતિનો તફાવત :
અનંત જીવાત્મક-સાધારણ શરીરી | સંખ્યાત-અસંખ્યાત્મક જીવાત્મક પ્રત્યેક શરીરી | (૧) ભંગસ્થાન (જ્યાંથી તૂટે તે ભાગ) સમતલ (૧) ભંગસ્થાન વિષમ-અચક્રાકાર હોય.
ચક્રાકાર હોય. (૨) મધ્યભાગ કરતાં જાડી છાલ.
(૨) મધ્યભાગ કરતાં પાતળી છાલ. (૩) ભંગ સ્થાન ચૂર્ણરૂપ થાય અર્થાત્ રજથી (૩) ભંગસ્થાન રજથી વ્યાપ્ત ન બને.
વ્યાપ્ત હોય. (૪) ભંગસ્થાન પૃથ્વીની જેમ પોપડીવાળું બની (૪) ભંગ સ્થાન તરડાય નહીં.
જાય અર્થાત્ તરડાય જાય. | (૫) નસો, સંધિભાગ દેખાય નહિ.
| (૫) નસો, સંધિસ્થાનો દેખાતા હોય. દરેક કુંપળ ઉગતા સમયે અનંતકાયિક હોય છે પરંતુ વધતાં વધતાં પાંદડાંનું રૂપ ધારણ કરે ત્યારે સાધારણ શરીરથી પ્રત્યેક શરીરી થઈ જાય છે.
આબાદરવનસ્પતિકાય જીવના બે પ્રકાર છે (૧) પર્યાપ્ત અને (૨) અપર્યાપ્ત.વર્ણાદિની તરતમાતાની અપેક્ષાએ પ્રત્યેક વનસ્પતિની ૧૦ લાખ અને સાધારણ વનસ્પતિની ૧૪ લાખ યોનિઓ છે પર્યાપ્ત જીવોની નિશ્રામાં અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. જ્યાં એક બાદર વનસ્પતિ કાયિક પર્યાપ્ત જીવ છે ત્યાં કદાચિતુ સંખ્યાત, કદાચિત્ અસંખ્યાત અને કદાચિત્ અનંત અપર્યાપ્ત જીવો ઉત્પન્ન થાય છે. તેમાં પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સંખ્યાત, અસંખ્યાત અને સાધારણ વનસ્પતિની અપેક્ષાએ અનંત અપર્યાપ્ત સમજવા જોઈએ.
વનસ્પતિકાયિકોના વિષયમાં ૨૩ દ્વારોનું કથન બાદર પૃથ્વીકાયિકોની સમાન જાણવું જોઈએ. તેમાં વિશેષતા આ પ્રમાણે છે–