Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પ્રતિપત્તિ
૭૫ ]
પર્યાપ્ત અને અપર્યાપ્ત, શેષ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. વિશેષતા આ પ્રમાણે છે, તેના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક યોજન, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રેપન હજાર વર્ષ છે. શેષ કથન જલચરોની સમાન જાણવું જોઈએ યાવત તે જીવ ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી છે અને અસંખ્યાત છે. આ ઉરપરિસર્પનું કથન થયું. ११४ से किं तं भंते ! भूयगपरिसप्प समुच्छिम थलयरा?
गोयमा ! भुयग परिसप्प समुच्छिम थलयरा अणेगविहा पण्णत्ता,तंजहा-गोहा, णउला, जावजे यावण्णे तहप्पगाराते समासओ दुविहा पण्णत्ता,तंजहा-पज्जत्ता य अपज्जत्ताय । सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइ भागंउक्कोसेणंधणुपुहत्तं। ठिई जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं बायालीसंवाससहस्साई;सेसंजहा जलयराण जाव चउगइया, दुआगइया, परित्ता असंखेज्जा पण्णत्ता । सेतं भुजपरिसप्प समुच्छिमा । से तथलयरा। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! ભુજપરિસર્પ સંમૂર્છાિમ સ્થલચરના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! ભુજપરિસર્પ સંમૂર્છાિમ સ્થલચરના અનેક પ્રકાર છે, જેમકે– ઘો, નોળિયો થાવત બીજા આ પ્રકારના અનેક ભુજપરિસર્પ છે. તેના સંક્ષેપથી બે પ્રકાર છે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. તેની શરીરાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ધનુષ છે.
તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૪૨,૦૦૦(બેતાલીસ હજાર) વર્ષની છે. શેષ કથન જલચર પ્રમાણે જાણવું જોઈએ યાવત તે ચાર ગતિમાં જાય છે અને બે ગતિમાંથી આવે છે. તે પ્રત્યેક શરીરી અને અસંખ્યાત છે, આ ભુજપરિસર્પ સંમૂર્છાિમનું કથન થયું. આ રીતે સ્થલચરોનું કથન પૂર્ણ થયું. ११५ से किंतंभंते ! खहयरा? गोयमा !खहयरा चउव्विहा पण्णत्ता,तंजहा- चम्म पक्खी,लोमपक्खी, समुग्गपक्खी, विततपक्खी। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! ખેચરના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! ખેચરના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ચર્મપક્ષી, રોમપક્ષી, સમુપક્ષી અને વિતતપક્ષી ११६ से किं तं भंते ! चम्मपक्खी? गोयमा ! चम्मपक्खी अणेगविहा पण्णत्ता,तं जहा- वग्गुली जावजेयावण्णे तहप्पगारा,सेतंचम्मपक्खी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ચર્મપક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચર્મપક્ષીના અનેક પ્રકાર છે, યથા– વલ્થલી યાવત્ આ પ્રકારના અન્ય અનેક ચર્મપક્ષીઓ છે. ११७ से किंतं भंते ! लोमपक्खी ? गोयमा ! लोमपक्खी अणेगविहा पण्णत्ता,तं जहा-ढंका, कंका जावजेयावण्णे तहप्पगारा,सेतंलोमपक्खी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રોમપક્ષીના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! રોમપક્ષીના અનેક પ્રકાર છે, જેમ ઢંક, કંક યાવતુ આ પ્રકારના અન્ય અનેક રોમપક્ષી છે.