Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| પ્રતિપત્તિ-૧
[ ૯ ]
(૫)કષાય- તેમાં ચારે ય કષાય હોય છે. () સંજ્ઞા- તેમાં ચારે ય સંજ્ઞાઓ હોય છે. (૭) શ્યા- તેમાં કૃષ્ણ, નીલ અને કાપોત, આ પ્રથમની ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. પ્રથમ અને બીજી નરક ભૂમિમાં કાપોત વેશ્યા, ત્રીજી નરકના કેટલાક નારકાવાસોમાં કાપોત લેશ્યા અને કેટલાકમાં નીલ ગ્લેશ્યા, ચોથી નરકમાં નીલ વેશ્યા, પાંચમી નરકના કેટલાક નરકાવાસોમાં નીલ ગ્લેશ્યા અને કેટલાકમાં કૃષ્ણ લેશ્યા, છઠ્ઠીમાં કૃષ્ણ લેશ્યા અને સાતમી નરકમાં પરમ કૃષ્ણ લેશ્યા હોય છે. (૮) ઇન્દ્રિય નારકીઓને સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ, શ્રોત, આ પાંચ ઇન્દ્રિયો હોય છે.
૯) સમઘાત- તેને ચાર સમુદ્યાત હોય છે- વેદના, કષાય, વૈક્રિય અને મારણાંતિક, નૈરયિકોને તેજલબ્ધિ આદિ નથી, તેથી તૈજસ સમુઘાત આદિ નથી. (૧) સંજ્ઞી- નારકી સંજ્ઞી જ હોય છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે, તે અપર્યાપ્તાવસ્થામાં અસંશી કહેવાય છે. તે પર્યાપ્તાવસ્થામાં સંજ્ઞીપણાને પ્રાપ્ત થાય છે. સંજ્ઞી તિર્યંચ કે સંજ્ઞી મનુષ્ય મરીને નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી જ કહેવાય છે.
- આ રીતે પ્રથમ નરકના અપર્યાપ્તા નારકીઓમાં કેટલાક નારકીઓ સંજ્ઞી અને કેટલાક નારકીઓ અસંજ્ઞી હોય છે. બીજીથી સાતમી નરકના નારકીઓ સંજ્ઞી જ હોય છે.
અસંજ્ઞી તિર્યંચને મન ન હોવાથી અત્યંત તીવ્રતમ અશુભકર્મોનો બંધ કરતા નથી, તેથી તે બીજી આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થતાં નથી, માત્ર પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. (૧૧) વેદ– નરયિકો માત્ર નપુંસક હોય છે, તેમાં સ્ત્રીવેદ કે પુરુષવેદ નથી. (૧ર) પર્યાપ્તિ- તેમાં છ પર્યાપ્તિઓ અને છ અપર્યાપ્તિઓ છે. નારકીઓ ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે પૂર્ણ કરે છે, તેથી તે બંનેના એકત્વપણાની વિવિક્ષાથી તેને પાંચ પર્યાપ્તિઓ અને પાંચ અપર્યાપ્તિઓ પણ કહેવાય છે. (૧૩) દષ્ટિ-નારકીઓને ત્રણ દષ્ટિ હોય છે– મિથ્યાષ્ટિ, સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ.
નરકમાં ઉત્પન્ન થયા પછી પણ કેટલાક નારકીઓ સમ્યગદર્શન પ્રાપ્ત કરી શકે છે, કેટલાક સમકિતી નારકીઓ સમકિતનું વમન કરીને મિથ્યાત્વી બની જાય છે અને કોઈક મિશ્રદષ્ટિ પણ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે નારકીઓમાં દષ્ટિનું પરિવર્તન શકય હોવાથી તેમાં ત્રણ દષ્ટિ હોય છે. શ્રી ભગવતી સૂત્રમાં સાતમી નરકના અપર્યાપ્તા નારકીઓને એક મિથ્યાદષ્ટિ જ કહી છે. (૧૪) દર્શન- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, આ ત્રણ દર્શન હોય છે. નારકી જીવો પંચેન્દ્રિય હોવાથી તેને ચક્ષુદર્શન અને અચદર્શન હોય છે. તે ઉપરાંત તે જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોવાથી અવધિદર્શન હોય છે. (૧૫) જ્ઞાન– તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે. જે જ્ઞાની છે તે નિયમથી મતિજ્ઞાની, શ્રતજ્ઞાની અને અવધિજ્ઞાની છે. જે અજ્ઞાની છે તેમાં કેટલાક બે અજ્ઞાની અને કેટલાક ત્રણ અજ્ઞાની હોય છે. નારકીઓને ભવ પ્રત્યય અવધિજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન હોય છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્તાવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોતું નથી. તે પર્યાપ્તાવસ્થાને અને સંજ્ઞીપણાને પ્રાપ્ત કરે ત્યાર પછી વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જીવોની અપેક્ષાએ બે અજ્ઞાન હોય છે.