Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
(૧) પૃથ્વીકાય:-પૃથ્વીજ જે જીવોનું શરીર છે તે પૃથ્વીકાયિક જીવ છે. પૃથ્વી અસંખ્ય જીવોના સમુદાયરૂપ છે. તેના અનેક ભેદ-પ્રભેદ છે. (૨) અષ્કાય:-પાણી જ જે જીવોનું શરીર છે તે અપ્લાયિક જીવ છે. (૩) વનસ્પતિકાય:-વનસ્પતિ જ જેનું શરીર છે તે વનસ્પતિકાયિક જીવ છે.
પૃથ્વી સર્વ જીવોનો આધાર હોવાથી સૂત્રકારે તેને પ્રાથમિક્તા આપી છે. પૃથ્વીના આધારે પાણી રહે છે, તેથી પૃથ્વી પછી પાણીનું કથન છે. પત્થ ન તલ્થ વણ જ્યાં પાણી છે ત્યાં વનસ્પતિ હોય છે, આ કથનને અનુસરતાં પાણી પછી વનસ્પતિનું ગ્રહણ થયું છે. પૃથ્વીકાય:|१३ से किंतंभंते ! पुढविकाइया? गोयमा ! पुढविकाइया दुविहा पण्णत्ता,तंजहासुहुमपुढविकाइया य बायरपुढविकाइया य। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્!પૃથ્વીકાયિક જીવના કેટલા પ્રકાર છે? ઉત્તર-હેગૌતમ!પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા– સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. |१४ से किंतंभंते ! सुहुमपुढविकाइया? गोयमा !सुहुमपुढविकाइया दुविहा पण्णत्ता, तजहा- पज्जत्तगा य अपज्जत्तगाय। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકના બે પ્રકાર છે, યથા–પર્યાપ્ત અને અપર્યાપ્ત. | १५ तेसिणं भंते ! जीवाणं कइ सरीरया पण्णत्ता? गोयमा !तओ सरीरगा पण्णत्ता, तं जहा- ओरालिए तेयए कम्मए । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! તે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલાં શરીર હોય છે? ઉત્તર-હે ગૌતમ! ત્રણ શરીર હોય છે, યથા– (૧) ઔદારિક (૨) તૈજસ અને (૩) કાર્પણ. | १६ तेसिंणं भंते ! जीवाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा !जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेण वि अगुलस्स असंखेज्जइभाग। ભાવાર્થ - પ્રગ્ન- હે ભગવન્! તે જીવોના શરીરની અવગાહના કેટલી હોય છે? ઉત્તર- હે ગૌતમ!તે જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમાં ભાગની હોય છે. | १७ तेसिं णं भंते ! जीवाणंसरीरगा किं संघयणा पण्णत्ता? गोयमा ! छेवट्टसंघयणा પd I ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે જીવોનાં શરીરનું કયું સંઘયણ હોય છે? ઉત્તર- હે ગૌતમ! સેવાર્ત સંઘયણ હોય છે.